Israel-Hezbollah War Intensifies: ઈઝરાયલે લેબનાન પર મિસાઈલો દ્વારા જોરદાર હુમલો કર્યો

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ સતત તીવ્ર બની રહ્યું છે. ઇઝરાયેલની સેનાએ લેબનાનમાં હિઝબુલ્લાહની જગ્યાઓ પર જોરદાર હુમલો કર્યો છે અને એક વિડ્યો વાયરલ થયો છે જેમાં લેબનાનમાં હિઝબુલ્લાહની અલગ-અલગ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહ સૈન્ય લક્ષ્યો પર કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ગાઝામાં યુદ્ધ માટે તેમનું લક્ષ્ય વધારી દેવામાં આવ્યું છે. આમાં લેબનીઝ સરહદ નજીકના વિસ્તારોમાંથી ભાગી ગયેલા ઇઝરાયેલીઓને તેમના ઘરે પાછા ફરવા સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે ગાઝા પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ઇઝરાઇલી દળો અને ઇરાન સમર્થિત લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ વચ્ચે લગભગ દરરોજ સીમા પાર ગોળીબાર થઇ રહ્યો છે.

અમેરિકીના એક ટોચના રાજદૂતે ઇઝરાયલને લેબનાનમાં હિઝબુલ્લાહ સાથેની લડાઈ વધારવા સામે ચેતવણી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઉત્તરીય સરહદી વિસ્તારોમાંથી ખાલી કરાયેલા ઈઝરાયેલીઓને તેમના ઘરોમાં પરત લાવવા માટે લશ્કરી કાર્યવાહી જ એકમાત્ર રસ્તો છે. અમેરિકા તરફથી આ સંદેશ બાઈડેન પ્રશાસનના ટોચના રાજદ્વારી એમોસ હોચસ્ટેઈનની તેલ અવીવમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ સાથેની બેઠકમાં આપવામાં આવ્યો હતો. અમેરિકાનું આ નિવેદન તેની વધતી ચિંતા દર્શાવે છે કે ગાઝામાં સંઘર્ષ ફેલાઈ શકે છે.

યમનના ઈરાન સમર્થિત બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ મધ્ય ઈઝરાયેલના એક ખુલ્લા વિસ્તારમાં અથડાઈ તેના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલાના સાયરન વગાડ્યા. ઈઝરાયેલે તેની સામે સૈન્ય કાર્યવાહીનો સંકેત આપ્યો છે. આ હુમલામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ ઈઝરાયેલી મીડિયાએ કેટલાક વીડિયો પ્રસારિત કર્યા હતા જેમાં લોકો બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આશ્રય માટે દોડી રહ્યા હતા. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ હતી. મધ્ય ઇઝરાયેલના ગ્રામીણ વિસ્તારમાં જ્વાળાઓ જોઇ શકાતી હતી.