UAE ના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતની બે દિવસીય મુલાકાતે છે

વડાપ્રધાન મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું.

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની 2 દિવસની મુલાકાતે છે અને આ તેમની પ્રથમ યાત્રા છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ક્રાઉન પ્રિન્સ બે દિવસની મુલાકાતે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે નજીકના મિત્રનું હાર્દિક સ્વાગત છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના આમંત્રણ પર અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બે દિવસના ભારત પ્રવાસ પર છે. તેઓ 8 સપ્ટેમ્બરે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું.

ઓગસ્ટ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ઐતિહાસિક મુલાકાત બાદ ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત થયા છે. બંને દેશોએ ફેબ્રુઆરી 2022 માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને જુલાઈ 2023 માં સ્થાનિક ચલણ સમાધાન (LCS) સિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારો ભારતીય રૂપિયા અને દિરહામના અવિરત ઉપયોગ માટે કરવામાં આવ્યા હતા. બંને દેશો એકબીજાના ટોચના વેપારી ભાગીદારો છે. 2022-2023માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે $85 બિલિયન છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના સંદર્ભમાં UAE ભારતમાં રોકાણ માટે ટોચના ચાર દેશોમાં સામેલ છે. બંને દેશો વચ્ચેના સંબંધોના ઊંડાણને જોતા ભારતે ગયા વર્ષે G20 દેશોના પ્રમુખ તરીકે UAEને ખાસ આમંત્રણ આપ્યું હતું.

ક્રાઉન પ્રિન્સ કોણ છે? શેખ મોહમ્મદ બિન ઝાયેદ બિન સુલતાન અલ નાહયાન  જે MBZ ના નામથી જાણીતા છે. તેઓ સંયુક્ત આરબ અમીરાતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક છે. એપ્રિલ 1979માં રોયલ મિલિટરી એકેડેમી સેન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા બાદ તેઓ UAE મિલિટરીમાં જોડાયા. તેઓ એરફોર્સ પાયલોટ સહિત અનેક મહત્વના હોદ્દા પર હતા. 2005માં તેમને UAE આર્મીના જનરલ બનાવવામાં આવ્યા હતા. તે શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના ત્રીજા પુત્ર છે.

તેમના પિતાના અવસાન બાદ તેમને 2004માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવ્યા હતા. તેના 18 ભાઈઓ છે, હમદાન, હાજા, ઈસા, નાહયાન, સૈફ, તહનુન, હમેદ, મન્સૂર, ફલાહ, તેઆબ, અબ્દુલ્લા, ઓમર, ખાલિદ, સ્વર્ગસ્થ ખલીફા, સ્વર્ગસ્થ સુલતાન, સ્વર્ગસ્થ સઈદ, સ્વર્ગસ્થ નાસીર અને સ્વર્ગીય અહેમદ. તેની 11 બહેનો પણ છે. તેણે શેખા ફાતિમા બિન્ત સુરૂર અલ નાહયાન સાથે લગ્ન કર્યા છે. તેમને 2 દીકરીઓ અને એક દીકરો છે. તેને ફોર્મ્યુલા વન રેસિંગનો શોખ છે. તેમને કલા અને સંસ્કૃતિનું ખૂબ જ સારું જ્ઞાન છે.