રાજકોટ પોલીસની EOW ટીમે સ્વામીઓનાં સાગરિતને સુરતથી ઝડપ્યો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી
રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સહિત 8 લોકો સામે મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રૂ. 3.40 કરોડની છેતરપીંડી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ફરિયાદમાં આરોપી અને સ્વામીઓનાં સાગરિત લાલજી ઢોલાની સુરતથી ધરપકડ કરી છે.
રાજકોટ પોલીસની EOW ટીમે આજે આ કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનાં સાગરીત લાલજી ઢોલાને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપીને રાજકોટ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફરિયાદમાં સામેલ ચારેય સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીઓ હાલ પણ ફરાર છે.
રાજકોટ પોલીસની EOW ટીમને બાતમી મળી હતી કે લાલજી ઢોલા સુરતમાં સરથાણા વિસ્તારમાં છે. જેથી પોલીસની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી અને આરોપી લાલજી ઢોલાની ધરપકડ કરી હતી. આરોપી લાલજી ઢોલાને પોલીસની ટીમ હવે રાજકોટ લાવી આગળની કાર્યવાહી હાથ ધરશે.
જ્યારે બીજી તરફ મહત્વની વાત એ છે વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી. સ્વામી અને ડી.પી.સ્વામી આમ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. આ ચારેય દેશમાં છે કે પછી વિદેશમાં જતાં રહ્યા છે તેની પોલીસ તપાસ કરી રહી છે.