શું આ દિગ્ગજ ભારતીય ખેલાડી રાજકારણનો શિકાર બન્યો છે? દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી શશીકુમાર મુકુંદ તેના સસ્પેન્શનને લઈને ચર્ચામાં આવ્યા છે.
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાનો મામલો સતત ચર્ચામાં છે. આ દરમિયાન વધુ એક દિગ્ગજ ખેલાડીનું નામ ચર્ચામાં આવ્યું છે. ભારતીય દિગ્ગજ ટેનિસ ખેલાડી શશિ કુમાર મુકુંદ તેના સસ્પેન્શનને લઈને ચર્ચામાં આવ્યા છે. શશીકુમાર મુકુંદે તેના સસ્પેન્શન માટે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની ટીકા કરી છે.
શશિ કુમાર મુકુંદનો AITA પર આરોપ
એસોસિએશને દાવો કર્યો હતો કે મુકુંદે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન સામે રમવાની ના પાડી હતી, જેના કારણે તેના પર 2 મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુકુંદે દાવો કર્યો હતો કે એસોસિએશને એવો પ્રતિબંધ લગાવ્યો હતો જેની કોઈને જાણ નહોતી. ટેનિસ સ્ટારે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) પર આરોપ લગાવ્યો છે કે તેને આ વર્ષની શરૂઆતમાં આયોજિત ડેવિસ કપમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી.
ટેનિસ ખેલાડી પર પ્રતિબંધ કેમ મુક્યો?
ભારતીય ટેનિસ સ્ટાર શશિકુમાર મુકુંદે પ્રતિબંધના મુદ્દે જણાવ્યું હતું કે, આ વર્ષે પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરવા બદલ એસોસિએશને તેના પર બે ટાઈનો પ્રતિબંધ લગાવ્યો હતો. શશીકુમાર મુકુંદને બે મેચ રમવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બે-ટાઈનો પ્રતિબંધનો અર્થ શું?
ટુ-ટાઈ પ્રતિબંધનો અર્થ એ છે કે, ભારતીય ટેનિસ ટીમ આગામી બે વખત મેચ જે પણ દેશ સામે રમશે ત્યાંરે મુકુંદને રમાડવામાં આવશે નહીં. મુકુંદે દાવો કર્યો હતો કે ટીમના કેપ્ટન રોહિત રાજપાલ અને કોચે તેને સ્વીડનના પ્રવાસ પર જવા કહ્યું હતું, પરંતુ ખરાબ મેનેજમેન્ટને કારણે તે ગયો નહોતો. તેની પાસે વિઝા નથી અને કદાચ કોઈના અહંકારને ઠેસ પહોંચાડવા બદલ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુકુંદે ત્રણવાર રાષ્ટ્રીય ટીમ સાથે જવાનો ઇનકાર કરવાનો આરોપ
શશિકુમાર મુકુંદ પર ત્રણ વખત રાષ્ટ્રીય ટીમ સાથે જવાનો ઇનકાર કરવાનો આરોપ છે, જેના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેના પર 2 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તે મેચ રમવા માટે સ્વીડન જઈ શકશે નહીં. આ સિવાય જ્યારે પણ ટીમ આગામી પ્રવાસ કરશે ત્યારે પ્રતિબંધને કારણે શશીકુમારને તે મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવશે નહી.
સોશિયલ મીડિયા પર મુકુંદની સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર શશિકુમાર મુકુંદે પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘સંપૂર્ણપણે ખોટી માહિતી અને બકવાસ છે. મને કેપ્ટન અને કોચ દ્વારા રમવા માટે કહેવામાં આવ્યું અને મેં ન રમવાનું નક્કી કર્યું કારણ કે પ્રથમ તો મારી પાસે વિઝા નહોતા અને બીજું હું ખરાબ મેનેજમેન્ટને કારણે ત્યાં જવા માંગતો ન હતો. મને લાગે છે કે બીજું કારણ એ હતું કે કોઈના અહંકારને ઠેસ પહોંચ્યો અને તેણે મારા પર પ્રતિબંધ મૂક્યો, જેની મને કોઈને ખબર નહોતી. જો મારા પર પ્રતિબંધ હતો તો મને કેમ પૂછવામાં આવ્યું? મેં મારું નામ પ્રેસમાં જાહેર ન કરવા વિનંતી કરી હતી અને એવું જ થયું. અને બીજું, મેં ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ ખેલાડી પર મેચ ચૂકી જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. હું ઘાયલ થઈ શક્યો હોત અથવા બીજું કંઈક થઈ શક્યું હોત. આચાર સંહિતા અથવા શિસ્ત એક કારણ હોઈ શકે છે. જો મારા પર મેચ મિસ કરવા પર પ્રતિબંધ છે, તો ઘણા અધિકારીઓને આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તેઓ દરેક મેચ માટે સિંગલ માલ્ટ વ્હિસ્કી પર ખેલાડીઓના પૈસા ખર્ચે છે અને આ માટે ખેલાડીઓની ઈનામી રકમની ચોરી કરે છે.