બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત: J&Kમાં 3 તબક્કામાં અને હરિયાણામાં એક તબક્કામાં મતદાન, 4 ઓક્ટોબરે પરિણામ

election-commission-announced-jammu-kashmir-haryana-election-date

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાશે. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે.

વિધાનસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચે શુક્રવારે 16 ઓગસ્ટના દિવસે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણામાં એક તબક્કામાં મતદાન થશે. બંને રાજ્યોના પરિણામો 4 ઓક્ટોબરે એક સાથે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી મતદાન શરૂ થશે. બીજા અને ત્રીજા તબક્કામાં 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. તે જ સમયે, હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. તમને જણાવી દઈએ કે કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- લોકસભા ચૂંટણી પછી આ અમારો બીજો સ્ટોપ છે. લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હતી, જે શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી. આમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં મતદાન મથકો પર લાંબી કતારો લોકશાહીની તાકાતનું પ્રતિબિંબ છે. ત્યાંના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે, તેઓ પોતાનું ભાગ્ય જાતે લખવા માંગે છે. ખીણમાં લોકોએ હિંસક ઘટનાઓને નકારી કાઢી હતી અને બુલેટ-બેલેટની લડાઈમાં મતપત્રનો વિજય થયો હતો.

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધી છે. સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો અને એ પણ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો જલ્દી પાછો આપવામાં આવે. આ પછી ઘણા રાજકીય પક્ષો અને નેતાઓએ પણ અહીં જલ્દી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

વિધાનસભા સીટોબહુમતીકુલ મતદારોમતદાન મથક
904687 લાખ 9 હજાર11 હજાર 800

જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન

PHASE-1PHASE-2PHASE-3
સૂચના: 28 ઓગસ્ટસૂચના: 29 ઓગસ્ટસૂચના: 05 સપ્ટેમ્બર
મતદાન તારીખ: 18 સપ્ટેમ્બરમતદાન તારીખ: 25 સપ્ટેમ્બરમતદાન તારીખ: 1 ઓક્ટોબર

હરિયાણા વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ

હરિયાણામાં વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, હરિયાણાના ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતોમાં પણ મતદાન મથકો બનાવવામાં આવશે.

વિધાનસભા સીટોબહુમતીકુલ મતદારોમતદાન મથક
902 કરોડ 1 લાખ મતદારો20 હજાર 620

હરિયાણામાં એક તબક્કામાં મતદાન
સૂચના: 5 સપ્ટેમ્બર
મતદાન તારીખ: 1 ઓક્ટોબર

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પ્રતિક્રયા

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા કહે છે કે, દેર આયે દુરુસ્ત આયે’. ચૂંટણી પંચે ત્રણ તબક્કામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 1987-1988 પછી આ પ્રથમ વખત છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આટલા ઓછા તબક્કામાં ચૂંટણીઓ યોજવામાં આવી છે, સમયપત્રક ટુંક સમયમાં પૂર્ણ થશે. પછી આ દિવસ માટે અમે અમારી ચૂંટણી પ્રચાર શરૂ કરીશું. જમ્મુ અને કાશ્મીરમાં 18, 25 સપ્ટેમ્બર અને 1, ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 4 ઑક્ટોબરે મતગણતરી છે.

કોંગ્રેસના નેતા ગુલામ અહમદ મીર

કોંગ્રેસના નેતા ગુલામ અહમદ મીર કહે છે, કે હું આનું સ્વાગત કરું છું. મોડું થયું હોવા છતાં એક સારુ પગલું ભર્યું છે. જમ્મુ અને કાશ્મીરના લોકો માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. ગૃહની રચના પછી અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની અમારી લડાઈ ચાલુ રાખીશું. લોકોએ સાવધાનીપૂર્વક મતદાન કરવું પડશે અને જેઓ રાજ્યનો દરજ્જો મેળવવા માટે લડશે તેમને મત આપવો પડશે.

જમ્મુ અને કાશ્મીરના ભાજપના પ્રભારી

જમ્મુ અને કાશ્મીરના ભાજપના પ્રભારી, તરુણ ચુગે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આવકારવા યોગ્ય છે. PM મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના નેતૃત્વમાં, જમ્મુ અને કાશ્મીર આઝાદ થયું છે. કલમ 370. લોકોને PM મોદીમાં વિશ્વાસ છે અને J&K આગળ વધી રહી છે, BJP J&Kમાં ચૂંટણી લડશે, લોકોને PM મોદીમાં અપાર વિશ્વાસ છે અને BJPને જનતાના આશીર્વાદ મળશે.

કોંગ્રેસ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર

કોંગ્રેસના નેતા ચૌધરી બિરેન્દર સિંહ કહે છે કે, કોંગ્રેસ પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે પણ એટલા માટે કે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી તરત જ કોંગ્રેસ પાર્ટીને ખબર હતી કે હરિયાણામાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાશે તેથી અમે પૂર્વે તૈયારી શરૂ કરી દીધી. 2019 માં ભાજપે તમામ 10 લોકસભા બેઠકો જીતી હતી અને 58% નું મોટું માર્જિન મેળવ્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તે લગભગ 12% નો મોટો મત હતો.

AAP નેતા આતિશી

દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશી કહે છે કે, આમ આદમી પાર્ટી હરિયાણામાં વિધાનસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણ પણે રીતે તૈયાર છે. અમે સતત જાહેર રેલીઓ અને સંબોધન કરી રહ્યા છીએ અને મોટી સંખ્યામાં લોકો તેમની હાજરી આપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હરિયાણાના પુત્ર છે, તેથી હરિયાણાના લોકો તેમના પ્રત્યે ભાવનાત્મક લગાવ ધરાવે છે. આપ હરિયાણામાં જોરદાર રીતે ચૂંટણી લડશે અને જીતશે. ગઠબંધન થશે કે કેમ કે નહીં, અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી નક્કી થશે. અમે ખુશ છીએ કે 10 વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.