જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, સેનાનું સર્ચ ઓપરેશન શરૂ

attack-on-army-in-kathua

કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે
પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમનાં સર્ચ દરમિયાન આતંકીઓએ ગોળીઓ વરસાવી; બે જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવરમાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. હુમાલખોરોએ ફાયરિંગ બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટના લોહી મલ્હાર બ્લોકના માચેરી વિસ્તારના બદનોટા ગામમાં બની હતી. આ ક્ષેત્ર ઈન્ડિયન આર્મીના 9 કોર અંતર્ગત આવે છે.

https://x.com/ANI/status/1810267597536985262

https://x.com/ani_digital/status/1810272626767524165

અત્યાર સુધી મળેલ માહિતી અનુસાર, પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ મછેડી વિસ્તારમાં સર્ચ કરી રહી હતી. સર્ચ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. હુમાલખોરોનાં ફાયરિંગ બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ મછેડી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરૂ થઈ. સેનાએ જવાબી કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે.આ વિસ્તારમાં વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.

કુલગામ જિલ્લામાં શનિવારે થયેલી બે અથડામણોમાં વધુ 2 આતંકવાદીઓ માર્યા ગયા, જેનાથી મરનારની સંખ્યા 8 થઈ ગઈ. મોદેરગામ અને ચિન્નગમ ગામમાં શરુ થયેલી અથડામણમાં એલીટ પેરા યૂનિટના લાંસ નાયક પ્રદીપ કુમાર અને રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિયનના સિપાહી પ્રવીણ જંજાલ પ્રભાકર પણ શહીદ થઈ ગયા. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓ ઠાર થાય તે સિક્યોરિટી ફોર્સ માટે એક માઈલ સ્ટોન સમાન છે, કેમકે તેનાથી સુરક્ષા વાતાવરણ મજબૂત થશે. આ સફળ ઓપરેશન સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણું જ સાર્થક છે. આ ઓપરેશન એવો સંદેશ પણ આપે છે કે લોકો આતંકવાદના કારણે વધુ લોહિયાળ સંઘર્ષ નથી ઈચ્છતા.

https://x.com/ani_digital/status/1810268350506823879

છેલ્લા બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. આ પહેલા 4 મેના રોજ પૂંછના શાહસિતાર વિસ્તારમાં એરફોર્સના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા અને 4 અન્ય જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને પાર કરી ગઈ હતી.