પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે “કૉંગ્રેસ પાર્ટી 2024થી પરોપજીવી પાર્ટી તરીકે ઓળખાશે”

modi-rahul

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – 1984ની ચૂંટણીને યાદ કરો. ત્યારથી લઈને અત્યાર સુધી 10 લોકસભા ચૂંટણી થઈ છે. ત્યારપછી કોંગ્રેસ 250ના આંકડાને સ્પર્શી શકી નથી

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા, વડાપ્રધાને વિપક્ષના નેતાની નિંદા કરવા માટે બોલિવૂડની આઇકોનિક ફિલ્મ શોલેના ડાયલોગનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકસભા ચૂંટણીમાં તેમની “નૈતિક જીત” પર પ્રહારો કરતા PM મોદીએ તેમને એક બાળક તરીકે ઓળખાવ્યા હતા જે તેના પ્રદર્શનથી ખુશ છે.

પીએમ મોદી બોલવા માટે ઉભા થયા કે તરત જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો. હોબાળા વચ્ચે મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે હું રાષ્ટ્રપતિના સંબોધન માટે ખૂબ જ આભારી છું. હું કૃતજ્ઞતા વ્યક્ત કરવા હાજર છું. આટલું જ નહીં તેમણે આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ લીધી

“કીડી મરી ગઈ”નું ઉદાહરણ આપીને રાહુલ પર કટાક્ષ
વડાપ્રધાને એક દ્દષ્ટાંત આપતા જણાવ્યું હતું કે એક બાળક સાયકલ ચલાવી રહ્યો છે. સાયકલ ચલાવતા ચલાવતા તે પડી જાય છે અને રડવા લાગે છે. ત્યારે વડીલ આવીને તેને કહે છે, બેટા, તું પડ્યો નથી. આ તો માત્ર એક કીડી મરી ગઇ છે. વડીલ બાળકનું મન વાળવાનો પ્રયાસ કરે છે. એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે.

પરીક્ષાનું ઉદાહરણ આપીને રાહુલ પર કટાક્ષ
પીએમ મોદીએ કહ્યું કે તેમને એક ઘટના યાદ છે. એક છોકરો 99 માર્કસ સાથે ગર્વથી ફરતો હતો. અને તે બધાને બતાવતો હતો કે તેને આટલા માર્કસ આવ્યા છે. તેથી જ્યારે લોકો 99 સાંભળતા હતા, ત્યારે તેઓ તેમના વખાણ અને પ્રોત્સાહન આપતા હતા. એક દિવસ તેના શિક્ષકે આવીને પૂછ્યું કે તમે મીઠાઈ કેમ વહેંચો છો? તેને 100માંથી 99 નંબર મળ્યા નથી પરંતુ તે 543માંથી 99 બેઠકો લાવ્યો છે.

https://x.com/BJP4India/status/1808112554687795296

પીએમ મોદીએ કોઇનું નામ નહોતું લીધુ, પણ આ દ્દષ્ટાંત કોની માટે આપવામાં આવ્યું એ તો કોઇ અભણ પણ જાણી શકશે.

પીએમ મોદીએ એ વાત પણ હાઇલાઇટ કરી હતી કે સતત ત્રણ ટર્મમાં કૉંગ્રેસ 100ના આંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે અને હવે એ પરોપજીવી બની ગઇ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1984ની ચૂંટણીને યાદ કરો. ત્યારથી લઈને અત્યાર સુધી 10 લોકસભા ચૂંટણી થઈ છે. ત્યારપછી કોંગ્રેસ 250ના આંકડાને સ્પર્શી શકી નથી. આ વખતે પણ 99ની જાળમાં ફસાઈ ગયા છીએ.

પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કૉંગ્રેસને ફટકાર લગાવતા શોલેના ડાયલોગ્સની નકલ કરી હતી અને ફિલ્મ શોલેની મૌસીજીને યાદ કરીને કહ્યું હતું કે, તીસરે બાર તો હારે હૈ લેકિન મૌસી, નૈતિક જીત તો હૈ ના! મૌસી જી 13 રાજ્ય મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ હીરો તો હૈ ના..!’

પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, “કૉંગ્રેસ પાર્ટીએ તેમની હારનું વિશ્લેષણ કર્યું છે કે નહીં, એ તો ખબર નથી, પણ આ ચૂંટણી સાથી પક્ષો માટે પણ એક સંદેશ છે. કૉંગ્રેસ પાર્ટી 2024થી પરોપજીવી પાર્ટી તરીકે ઓળખાશે. પરોપજીવી તે છે જે તે શરીર સાથે રહે છે તેને જ ખાય છે. કોંગ્રેસ જેની સાથે રહે છે તેના વોટ ખાય છે. જ્યારે હું કોંગ્રેસને પરોપજીવી કહું છું તે આંકડા સાથે કહું છું.