ઈટાલીમાં PM મોદીની મેક્રોન, સુનક અને ઝેલેન્સ્કી સહિત વર્લ્ડ લીડર્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટ માટે ઈટલીમાં છે. વડાપ્રધાને શુક્રવારે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી.
https://x.com/ANI/status/1801594652409143508

આ વખતે ઈટાલીના અપુલિયામાં G7 શિખર સંમેલનનું આયોજન ચાલી રહ્યું છે. G7 શિખર સંમેલનમાં સામેલ થવા વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને લઈને વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા ઈટાલી પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પીએમ મોદીએ વર્લ્ડ લીડર્સની સાથે પણ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરી હતી.
વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મુલાકાત
વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મુલાકાત પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત અને ફ્રાંસ વચ્ચે મજબૂત અને વિશ્વસપાત્ર વ્યૂહાત્મક ભાગીદારી મહત્વપૂર્ણ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા પર વધુ ધ્યાન આપવાની સાથે જ રણનીતિક રક્ષા સહયોગને વધારવા માટે સહમતિ વ્યક્ત કરી હતા.
https://x.com/ANI/status/1801552418364092514
પીએમ મોદીએ ઈમેનુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી જેમાં ડિફેન્સ, ન્યૂક્લિયર, સ્પેસ, એજ્યુકેશન, ક્લાઈમેટ એક્શન, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તથા કલ્ચરલ ઈનીશિએટિવ જેવા નેશનલ મ્યુઝિયમ પાર્ટનરશિપ અને લોકો વચ્ચે સંબંધોને વધારવામાં સહયોગ કરવા વિશે ચર્ચા કરી હતી.

દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને નેતાઓએ આગામી AI શિખર સંમેલન અને યૂનાઈટેડ નેશન્સ ઓશિયન કોન્ફરન્સને લઈને મળીને કામ કરતા AIની સાથે જ ઝડપથી ઉભરતી ટેક્નોલોજી, એનર્જી અને સ્પોર્ટસના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમિત વ્યક્ત કરી . આ બંને સંમેલન 2025માં ફ્રાંસમાં આયોજિત કરાશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈટાલીમાં દ્વિપક્ષીય વાર્તા દરમિયાન વડાપ્રધાન મોદી અને મેક્રોનએ મુખ્ય વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ તે વાત પર જોર આપ્યું કે ભારત અને ફ્રાંસ વચ્ચે એક મજબૂત અને વિશ્વાસપાત્ર રણનીતિ ભાગીદારી એક સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે જરુરી છે, જેને વધુ ઉંચાઈ સુધી પહોંચાડવા માટે હળીમળીને કામ કરવાની જરુર છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ આગામી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમત માટે રાષ્ટ્રપતિ મેક્રોનને શુભેચ્છા આપી.
મેક્રોન સાથે મુલાકાત બાદ PMOએ X પર પોસ્ટ કરી કે, વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ મેક્રોન સાથે એક શાનદાર બેઠક થઈ. એક વર્ષમાં આ અમારી ચોથી મુલાકાત છે, જે તે દર્શાવે છે કે અમે ભારત-ફ્રાંસના મજબૂત સંબંધોને કેટલી પ્રાથમિકતા આપીએ છીએ. અમારી વાતચીતમાં રક્ષા, સુરક્ષા, ટેક્નિક, AI, બ્લૂ ઈકોનોમી અને કેટલાંક અન્ય વિષયો પર ચર્ચા થઈ. અમે તે મુદ્દે પર ચર્ચા કરી કે યુવાનોમાં ઈનોવેશન અને રિસર્ચને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે. મેં તેમણે આગામી મહિને શરુ થનારા પેરિસ ઓલિમ્પિકની યજમાની માટે શુભેચ્છાઓ આપી.
વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત
ઈટાલીમાં વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ ગળે મળ્યા હતા. આ પછી તેમની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત અને યુક્રેનની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર વાત થઈ હતી. યુદ્ધની શરૂઆત પછી આ બીજી વખત છે જ્યારે મોદી ઝેલેન્સકીને મળ્યા છે. ગયા વર્ષની શરૂઆતમાં બંને નેતાઓ જાપાનમાં G7 સમિટમાં મળ્યા હતા.

PMO એ X પર એક પોસ્ટ થકી જણાવ્યું કે વડાપ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપિત ઝેલેન્સ્કી સાથે ઘણી જ સાર્થક બેઠક થઈ. આ દરમિયાન ભારત-યુક્રેનની સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વાત થઈ. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે. ભારતે કહ્યું કે ભારત હ્મુમન-સેન્ટ્રિક દ્રષ્ટિકોણમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે શાંતિનો રસ્તો વાતચીત અને કૂટનીતિના માધ્યમથી નીકળી શકે છે.
વડાપ્રધાન મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત
વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલ મુલાકાત દરમિયાન રક્ષા ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા, વેપાર અને વાણીજ્યને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ હતી.
https://x.com/ANI/status/1801554775843996141
PMOએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ઈટાલીમાં G7 શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-બ્રિટન વ્યાપક રણનીતિક ભાગીદારી, રક્ષા ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા, વેપાર અને વાણીજ્યને પ્રોત્સાહન આપવા સહિત અને મુદ્દે ચર્ચા કરી.

PM મોદીએ સતત 5મી વખત G7 સમિટમાં હાજરી આપી છે. તેઓ મોડી રાત્રે 3.30 વાગે ઈટલી પહોંચ્યા હતા.