ઓડિશા વિધાનસભામાં ભાજપને પહેલીવાર બહુમતી મળી
ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. મોહન ચરણ માઝીએ આજે એટલે કે બુધવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદાએ પણ શપથ લીધા હતા.
https://x.com/me_ganesh14/status/1800857873276363078
શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે શરૂ થયો હતો. ભુવનેશ્વરના જનતા મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના સીએમ પણ હાજર રહ્યા હતા.
માઝી કેબિનેટમાં 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. તેમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, ગણેશ રામ સિંહ ખુંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલસામંતા, ગોકુલા નંદ મલ્લિક અને સંપદ કુમાર સ્વૈનનો સમાવેશ થાય છે.
ભાજપે પહેલીવાર ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી છે. ઓડિશાને 24 વર્ષ બાદ આદિવાસી મુખ્યમંત્રી મળ્યા છે. અગાઉ કોંગ્રેસના હેમાનંદ બિસ્વાલ રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. બિસ્વાલ 1989-1990 અને 1999-2000 દરમિયાન બે વખત મુખ્યમંત્રી રહ્યા હતા. રાજ્યના બીજા આદિવાસી મુખ્યમંત્રી ગિરધર ગામંગ હતા.
https://x.com/ANI/status/1800856657536409650
ઓડિશાના મંત્રીઓની યાદી
કનક વર્ધન સિંહ દેવ
પ્રવતિ પરિદા
સુરેશ પૂજારી
રબીનારાયણ નાઈક
નિત્યાનંદ ગોંડ
કૃષ્ણ ચંદ્ર પાત્ર
પૃથ્વીરાજ હરિચંદન
મુકેશ મહાલિંગ
વિભૂતિ ભૂષણ જેના
કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
ગણેશ રામસિંહ ખુંટિયા
સૂર્યવંશી સૂરજ
પ્રદીપ બાલાસામંતા
ગોકુલા નંદ મલ્લિક
લોકસભા ચૂંટણીમાં પણ પહેલીવાર ભાજપે અહીં મોટી જીત નોંધાવી છે. રાજ્યની 21 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને એક બેઠક મળી છે. બીજેડી અને અન્ય પક્ષોને એક પણ બેઠક મળી નથી. 2019માં બીજેપીએ 8 સીટો જીતી, બીજેડીએ 12 સીટ જીતી અને કોંગ્રેસે એક સીટ જીતી. એટલે કે આ વખતે ભાજપને 12 બેઠકોનો ફાયદો છે.