લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર સમયે દેશમાં બીજેપીના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં ‘મોદી કા પરિવાર’ ઉમેરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતભરના લોકોએ તેમના પ્રત્યેના સ્નેહના પ્રતીક તરીકે પોતાના સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ લખ્યું હતું. આનાથી મને ઘણી તાકાત મળી છે. ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને જીતાડીને બહુમતી આપી છે. હવે પીએમ મોદીએ ટ્વિટ કરીને ‘મોદી કા પરિવાર’ પોત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી કાઢી લેવા માટે જણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટના મારફતે પીએમ મોદીએ સોશિયલ મીડિયા યુઝર્સને લોકસભા ચૂંટણીમાં તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં લખેલ ‘મોદી કા પરિવાર’ને હટાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આપણે બધા એક પરિવાર છીએ તે સંદેશને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે તમારા સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ લખેલા શબ્દને દૂર કરી શકો છો.
https://x.com/narendramodi/status/1800517987847348322
પીએમ મોદીએ આ ટ્વિટમાં જણાવ્યું કે, ‘મોદી કા પરિવાર’ કેમ્પેનિંગથી તેમને ઘણી શક્તિ મળી છે અને ઉત્સાહમાં વધારો થયો છે. ભારતની જનતાએ ત્રીજીવાર NDAને બહુમતી આપી છે. આ એક રેકોર્ડ છે અને આ જનતાનો આપણને રાષ્ટ્રના ભલા માટે કામ કરતા રહેવાનો આદેશ છે. સાથે જ તેમણે ફરી એકવાર દેશના લોકોનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ હટાવી દેવા માટે જણાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો ત્યારે બીજેપીના જે કોઈ સમર્થકોએ સોશિયલ મીડિયામાં ‘મોદી ક પરિવાર’ લખીને જે પ્રચાર માટે કેમ્પેનિંગ શરૂ કર્યું હતું તે હવે હટાવી લેવા માટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમયે, વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદી પર પરિવારને લઈને કરાયેલા શાબ્દિક હુમલાના પ્રતિક વિરોધ રૂપે, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યના ભાજપના મુખ્યપ્રધાન, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને ભાજપના સમર્થકોએ સોશિયલ મીડિયામાં તેમના નામની સાથે મોદી કા પરિવાર શબ્દને જોડ્યો હતો.