CISF મહિલાએ કંગનાને થપ્પડ મારવાનું કારણ જણાવ્યું, બોલી- મારી મા આંદોલનમાં બેઠી હતી

kangana-cisfGard

કંગનાએ કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેસે છે, ત્યાં મારી મા હતીઃ CISF ગાર્ડ

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જીતનાર ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ માર્યો હોવાની ઘટના બની હતી. ત્યાર બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. આ મામલે કંગનાએ ફરિયાદ નોંધાવી હતી.

https://x.com/Abhinav_Pan/status/1798700646646140937

કંગના રણૌતે ઘટના અંગે તમામ માહિતી આપી છે. તેણે કહ્યું કે, ‘હું સુરક્ષીત છું. આજે હું ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવતી હતી, ત્યારે મારી સાથે ઘટના બની. હું સિક્યોરિટી ચેકિંગ કરાવ્યા બાદ આગળ નિકળી, ત્યારે બીજી કેબિનમાં એક CISF મહિલા કર્મચારી બેઠી હતી. તે મારા આગળ આવવાની અને ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે મારી બાજુમાં આવી અને મારા પર હિટ કર્યું, અપશબ્દો પણ બોલ્યા હતા. મેં જ્યારે તેણે પૂછ્યું કે, તમે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.

હાલ આરોપી સીઆઈએસએફની મહિલા કર્મચારીને કસ્ટડીમાં લેવાઈ છે. આ ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે. કંગનાની ફરિયાદ બાદ તેની વિરુદ્ધ FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

https://x.com/ANI/status/1798721794217742558

કુલવિંદર કૌરે થપ્પડ મારવાનું કારણ જણાવ્યું
કુલવિંદર કૌરે એક વીડિયોમાં કંગનાને થપ્પડ મારવાનું કારણ જણાવ્યુ હતું. જે મુજબ કંગનાએ ખેડુત આંદોલન સમયે કહ્યું હતું કે સો-સો રૂપિયા માટે લોકો ખેડૂતોના ધરણાં પર બેસી જશે. કંગનાએ આવું નિવેદન જ્યારે આપ્યું ત્યારે મારી માતા ત્યાં આંદોલન પર બેઠી હતી.

કંગના રનૌતે ખેડૂતોના આંદોલન દરમિયાન અનેક નિવેદનો આપ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર આંદોલનકારીઓની તુલના ખાલિસ્તાનીઓ સાથે પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદીઓ આજે સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, પરંતુ આપણે એક મહિલાને ભૂલવી ન જોઈએ. ઈન્દિરા ગાંધીએ તેમને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા.