ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત, અન્ય સીટોનાં પરિણામ પણ જાણી લો

ganiben

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડતા ભવ્ય જીત મેળવી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા

લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી.

આજે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી 2024નું પરિણામ આવી ગયું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની 31519 મતથી જીત થઈ છે. ગેનીબેન ઠાકોરને કૂલ 651694 મત મળ્યા છે તો ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને 620175 મત મળ્યા છે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસ સતત બે લોકસભા ચૂંટણી પછી આ વખતે ગુજરાતમાં એક બેઠક પર જીત મેળવી છે. ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડુ પાડી મોટી જીત હાસલ કરી છે.

ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ છેલ્લે 2009લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી તે બાદ 2014 અને 2019નીમાં ભાજપે આ સીટ જીતી લીધી હતી. જોકે હવે દાવ ઉંધો થઈ ગયો છે અને ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી છે અને 21 હજાર મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ છે.

બેઠકઉમેદવારપક્ષપરિણામ
રાજકોટ પરશોત્તમ રૂપાલાBJPWON
બનાસકાંઠા ગેનીબેન ઠાકોરCONGRESSWON
જામનગરપૂનમબેન માડમBJPWON
ભાવનગરનિમુબેન બાંભણિયાBJPWON
સુરેન્દ્રનગરચંદુભાઈ શિહોરાBJPWON
અમદાવાદ પૂર્વહસમુખ પટેલBJPWON
અમદાવાદ પશ્ચિમદિનેશભાઈ મકવાણાBJPWON
વડોદરાહેમાંગ જોશીBJPWON
સુરતમુકેશ દલાલBJPWON
બારડોલી (ST)પ્રભુભાઈ વસાવાBJPWON
જૂનાગઢરાજેશ ચુડાસમાBJPWON
મહેસાણાહરિભાઈ પટેલBJPWON
પંચમહાલરાજપાલસિંહ જાદવBJPWON
ભરૂચમનસુખભાઈ વસાવાBJPWON
પોરબંદરમનસુખ માંડવિયાBJPWON
નવસારીસી.આર. પાટીલBJPWON
પાટણભરતસિંહજી ડાભીBJPLEADING

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો માટે મતોની ગણતરી ચાલુ છે. હાલમાં, ટ્રેન્ડ ઝડપથી આવી રહ્યા છે. આ વલણો દર્શાવે છે કે કઈ પાર્ટીના ઉમેદવાર કઈ સંસદીય સીટ પર આગળ છે કે પાછળ. મત ગણતરી સાથે આ વલણો પણ બદલાઈ શકે છે.