સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા, 15 મે 2024થી નવા વ્યાજદર લાગુ

sbi-fd-rates

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ 15મી મે 2024 થી અમુક ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેન્કે રૂપિયા 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો છે. અગાઉ એસબીઆઈએ 27 ડિસેમ્બર, 2023ના રોજ વ્યાજદરોમાં વધારો કર્યો હતો. નવા દરો 15 મે, 2024થી લાગૂ થશે.

આ એસબીઆઈ સ્પેશિયલ એફડી “અમૃત કળશ” સ્કીમમાં 21 સપ્ટેમ્બર 2024 સુધી રોકાણ કરી શકાશે. એસબીઆઈએ રિટેલ ડિપોઝિટ સેગમેન્ટમાં 46થી 179 દિવસ, 180 થી 210 દિવસ અને 211થી 1 વર્ષ સુધીની RDના વ્યાજદરો 25-75 બેઝિસ પોઈન્ટ (bps) વધાર્યા છે. એસબીઆઈ દ્વારા એફડી પર કરવામાં આવેલા વધારા અંતર્ગત હવે વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકાનું બેનિફિટ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈની એફડી પર 4 ટકાથી 7.5 ટકાની રેન્જમાં વ્યાજદરો લાગૂ છે.

અમૃત કળશ FDમાં 400 દિવસ માટે રોકાણ કરવાનું રહે છે. બેંક આ FD પર બાકી FDની તુલનામાં વધારે વ્યાજ આપે છે. આ સ્કીમ હેઠળ બેંક સામાન્ય નાગરિકોને 7.10 ટકા તેમજ સિનિયર સિટીઝનને 7.60 ટકા વ્યાજ આપે છે. રોકાણકારો આમાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયા સુધીની FD કરી શકે છે. આ ઉપરાંત FD પરનાં વ્યાજની ચુકવણી માસિક, ત્રિમાસિક અથવા તો વાર્ષિક કરી શકાય છે. વ્યાજની ચુકવણી ક્યારે થાય તેની પસંદગી રોકાણકાર કરી શકે છે. આ સ્કીમમાં ઓનલાઈન તથા ઓફલાઈન બન્ને મોડમાં રોકાણ કરી શકાય છે. ખાસ વાત એ છ કે આ સ્કીમમાં રોકાણકાર લોનની સુવિધા પણ મળે છે.

સામાન્ય નાગરિકો માટે બેન્ક FDના નવા રેટ

અવધિવ્યાજદર
7થી 45 દિવસ 3.50 ટકા
46 દિવસથી 179 દિવસ5.50 ટકા
180થી 210 દિવસ6.00 ટકા
211 દિવસથી 1 વર્ષ6.25 ટકા
1થી 2 વર્ષ6.80 ટકા
2થી 3 વર્ષ7.00 ટકા
3થી 5 વર્ષ6.75 ટકા
5થી 10 વર્ષ સુધી6.50 ટકા

સિનિયર સિટિઝન માટે બેન્ક FDના નવા રેટ

અવધિવ્યાજદર
7થી 45 દિવસ 4 ટકા
46 દિવસથી 179 દિવસ6 ટકા
180થી 210 દિવસ6.50 ટકા
211 દિવસથી 1 વર્ષ6.75 ટકા
1થી 2 વર્ષ7.30 ટકા
2થી 3 વર્ષ7.50 ટકા
3થી 5 વર્ષ7.25 ટકા
5થી 10 વર્ષ સુધી7.00 ટકા