7 મેના રોજ બૂથ કેપ્ચરીંગને લઈને કોંગ્રેસ તરફથી કલેક્ટરને ફરિયાદ કરતા, જેના કારણે ફરીથી મતદાન કરવાનો આદેશ ચૂટણી પંચ દ્વારા કરવામાં આવ્યો હતો, ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મંગળવારે મતદાન પૂર્ણ થયું હતું
દાહોદ લોકસભા બેઠકના પરથમપુર બૂથ પર શનિવારે ફરીથી મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દાહોદ સંસદીય મતવિસ્તારના સંતરામપુર વિધાનસભા પરથમપુર ક્ષેત્રના બૂથ નંબર 220 પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. હાલ 12 વાગ્યા 26.72 ટકા મતદાન થયુ છે. 7મી મેના રોજ ભાજપના નેતાના પુત્રએ બૂથ અધકારીઓને ડરાવી ધમકાવીને ઈવીએમ કેપ્ચરીંગ કરીને બોગસ મતદાન કરતા વિડિયો વાઈરલ કર્યો હતો, જેના કારણે અહીં ફરીથી મતદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતની 25 લોકસભા બેઠક સહિત પાંચ વિધાનસભા સીટો માટે મંગળવારે મતદાન પૂર્ણ થયું હતું.
બૂથ કેપ્ચરિંગ
દાહોદ બેઠક પર જસવંત ભાભોરની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને પ્રભાબેન તાવિયાડે કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધો ટક્કર છે. 7 મેના રોજ મતદાનના દિવસે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યા હતું, આ અંગે કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે બૂથ કેપ્ચરિંગની કલેક્ટરને ફરિયાદ કરી હતી. ગુજરાતની લોકસભાની 25 બેઠકોમાંથ જ્યાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મે મંગળવારે મતદાન થયું હતું, તેમાં દાહોદ બેઠક પર 12.12 લાખ મતદારો છે અને આ મતવિસ્તારમાં 59.31 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં મોટાભાગે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે, જે 2019ની ચૂંટણી કરતાં લગભગ પાંચ ટકા ઓછું છે.