ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસક પક્ષ દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષનાં અંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં બજેટમાંની રકમ વાપરી શક્યા નથી અને જુઠા વાયદાઓ કરી બજેટ રીવ્યુ કમિટી નામે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં બજેટમાં વર્ષ 2022-23, 2023-24 તથા 2024-25 ના બજેટમાં મંજુર થયેલ કામોની રૂા. 7,266કરોડ જેટલી માતબર રકમ ભાજપના સત્તાધીશો દ્વારા વાપરી શક્યા નથી.
કરોડની રકમ ભાજપના સત્તાધીશોઓ વાપરી નથી
આ બાબતે આજ રોજ બજેટ રીવ્યુ કમિટીની બેઠક છે ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષનાં અંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે.
વર્ષ 2022-23, 2023-24ના બજેટ રીવાઇઝડ પણ થઇ ગયેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં બજેટમાં મંજુર થયેલ કામોની રૂપિયા 7,266 કરોડ જેટલી રકમ ભાજપના સત્તાધીશો તથા વહીવટી તંત્ર દ્વારા વાપરી શક્યા નથી ત્યારે ગત વર્ષોના મંજુર કરાયેલા કામોનો પ્રગતિ રીર્પોટ તથા કામોનો અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બેઠક હાસ્યાસ્પદ લાગી રહી છે.
પ્રજાકીય કામો ખોરંભે
દર વર્ષનું બજેટ કરોડો રૂપિયાનું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે પડે છે અને દિવસ-પ્રતિદિવસ સમસ્યાઓ વધતી જાય છે જે વાસ્તવિકતા છે જેમ કે, બિસ્માર રસ્તા, પોલ્યુશનયુક્ત સાબરમતી નદી, એર પોલ્યુશન, ટ્રાફિકજામ, કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, રોગચાળો, પીરાણા ડમ્પ સાઇટ દૂર કરવા, ડ્રેનેજ પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ યથવાત રહેવા પામેલ છે.
https://twitter.com/Cnngujarat21982/status/1788502243886420267
બજેટમાં મંજુર થયેલા કામોની અમલ થયા નથી
· જુના એલીસબ્રિજનું બ્યુટીફીકેશન કરવા
· મહિલાઓ માટે પિન્ક ટોઇલેટ
· મ્યુ.શાળાના બાળકોને સ્માર્ટ ફોન આપવા
· ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૨ સ્નોર સ્કેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ સીસ્ટમ
· માઇનોર રીવર બ્રીજ બનાવવા
· વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ
· રામદેવનગર થી ઇસ્કોન ક્રેાસ રોડ અન્ડરપાસ, સાંરગપુર તથા કાલુપુર બ્રિજ પહોળો કરવા
· સીટી એન્ટ્રી માર્ગનું બ્યુટીફીકેશન
· દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા
· ઝોન દીઠ મહિલાઓ માટે ૧ યોગા કમ મેડીટેશન સેન્ટર
· નવા સમાવાયેલ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ
· વિવિધ તળાવો ભરવા મીની એસ.ટી.પી.બનાવવા નો વિકાસ
મંજુર દરખાસ્તો હજુ અમલમાં આવી નથી
અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઇ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે. પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઇ રહયું છે. માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજુર કરી માત્ર બજેટ બુકમાં રહેવા પામે છે. આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા, તેને લઇને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા અમારી માંગણી છે.