અમિત શાહના ફેક વીડિયો શેર કરવાના આરોપમાં જીગ્નેશ મેવાણીના PAની અને આપ નેતાની ધરપકડ

sharing fake video of Amit Shah

એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે. ફેક વીડિયો મામલે સાત રાજ્યોની પોલીસ દોડતી થઈ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ફેક વીડિયો મામલે વિપક્ષને ઘેર્યા અને કહ્યું કે આ કાર્યવાહી તેમની હતાશા અને નિરાશાનું પ્રતિબિંબ છે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતના ફેક વીડિયો શેર કરવાની બાબતમાં તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના PA સતીશ વંસોલાની પાલનપુરથી ધરપકડ કરી છે. આ ઉપરાંત આ કેસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ ગુવાહાટીનો રહેવાસી રિતમ સિંહ ઉંમર (31) કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છે અને પાર્ટીમાં ‘વોર રૂમ કોઓર્ડિનેટર’ તરીકે કામ કરે છે. અમિત શાહની બે જાહેરસભાનો વીડિયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો.

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani)ના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો નેતા હોવાનું કહેવાય છે. પકડાયેલા બંને આરોપીઓનું નામ સતીષ વનસોલા અને આર.બી.બારિયા છે. સતીષ વનસોલા કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે. જ્યારે આર.બી.બારીયા આમ આદમી પાર્ટીના દાહોલ જિલ્લાનો પ્રમુખ છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા.

ફેક વીડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે. આ ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે. આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવા આદેશ અપાયો છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયોની તપાસ માટે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હી પોલીસની જુદી જુદી ટીમે મોકલવામાં આવી છે. એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

શાહે કોંગ્રેસને આડે હાથ લીધી

ગૃહમંત્રી અમિત શાહે નકલી વિડિયો પર વિપક્ષને ઘેર્યા અને કહ્યું કે આ કાર્યવાહી તેમની હતાશા અને નિરાશાનું પ્રતિબિંબ છે. અમિત શાહ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેમની (કોંગ્રેસ) નિરાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને અન્ય ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નકલી વીડિયો ફેલાવ્યા છે. મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને અન્યોએ પણ આવું જ કર્યું છે. આ નકલી વિડિયોને આગળ ધપાવવાનું કામ કરતા કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ નેતા સામે ફોજદારી કેસ ચાલી રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું, આ કાર્યવાહી તેમની હતાશા અને નિરાશાનું સૂચક છે. જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળી છે, ત્યારથી રાહુલ રાજકારણને નીચલા સ્તરે લઈ જવા માટે કામ કરી રહ્યા છે. મારું માનવું છે કે નકલી પ્રચાર ચલાવીને જનતાનો સમર્થન મેળવવાના ફાયદોનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિડિયો નિંદનીય છે અને દેશની રાજનીતિમાં બીજી કોઈપણ મોટી પાર્ટી દ્વારા આવું ક્યારેય ન કરવું જોઈએ.

પરંપરાગત બેઠક છોડીને ભાગી ગયા: અમિત શાહ

અમેઠી અને રાયબરેલીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ઉમેદવારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કહે છે, “મને ખબર નથી કે તેઓ ચૂંટણી લડશે કે નહીં, પરંતુ ભ્રમના પ્રમાણ ખબર પડે છે કે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે.” ઉત્તર પ્રદેશમાં સ્થિતિ એવી છે કે તેઓ તેમની પરંપરાગત બેઠકો છોડીને ભાગી ગયા છે.

અશ્લીલ વીડિયો મુદ્દે શાહના નિવેદન

આ સિવાય JD(S)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા ‘અશ્લીલ વીડિયો’ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “ભાજપનું વલણ સ્પષ્ટ છે કે અમે દેશની ‘માતૃશક્તિ’ સાથે ઉભા છીએ. હું પૂછવા માંગુ છું. કોંગ્રેસ કોની સરકાર છે, કેમ કે તે રાજ્યની કાયદો અને વ્યવસ્થાનો મામલો છે તેની સામે પગલાં લેવાની જાહેરાત કરી છે, આજે કોર કમિટીની બેઠક છે અને પગલાં લેવામાં આવશે.