જાપાનમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ, હાલ સુનામીની કોઈ આગાહી નહી

japan-earthquick

આજે જાપાનના અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. અમેરિકન સંસ્થા- યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું કે, જાપાનના બોનિન ટાપુઓ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ છે. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 503.2 કિલોમીટર ઊંડે નોંધાયું છે.

સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ટાપુઓના પશ્ચિમ કિનારે, ટોક્યોથી લગભગ 875 કિલોમીટર દક્ષિણમાં નોંધાયું છે. હજુ સુધી કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી. આ સિવાય મધ્ય ટોક્યોમાં પણ ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. હાલ સુનામીની કોઈ આગાહી જાહેર નથી કરાઈ.