લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 પોલીસ અધિકારીના બદલી, 9 IPSને પોસ્ટિંગ અને 3ની બદલીના આદેશ

IPS-transfer

લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરી IPS અધિકારીઓની બદલી અને નિમણૂકના સમાચાર આવ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે 7 મેએ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે તેની પહેલા જ રાજ્યમાં 10 IPS અને બે SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 12 IPSમાંથી પોસ્ટિંગની રાહમાં રહેલા 9 અધિકારીને પોસ્ટિંગ અપાયું છે અને 3 અધિકારીની બદલી કરવામાં આવી છે.

ગુજરાતમાં થોડા સમય પહેલાં IPS અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ હવે ઘણી જગ્યાએ વેટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં પોસ્ટ ચાલતી હતી તેને પણ ચૂંટણી પંચે છેલ્લી મહોર લગાવીને પોસ્ટિંગ આપી દીધી છે. અમદાવાદ શહેરની ત્રણ પોસ્ટ જેમાં ઝોન વન, સેક્ટર વન અને ડીસીપી ક્રાઈમ ઇન્ચાર્જમાં ચાલતી હતી જેને ભરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શરદ સિંગલ જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે. જ્યારે સાયબર ક્રાઇમના ડીજીપી અજીત રાજ્યાણને ડીસીપી ક્રાઈમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સેક્ટર વનની ખાલી પડેલી પોસ્ટ હવે નીરજ બડગુજરને સોંપવામાં આવી છે.

12 અધિકારીઓની બદલી અને નિમણૂંક

  1. IGP ગગનદીપ ગંભીરની (એડમિનિસ્ટ્રેટિવ)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  2. IGP રાઘવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  3. DIG શરદ સિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
  4. SP નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં SP ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે.
  5. SP ચૈતન્ય માંડલિકને CID Crime(ગાંધીનગર)ના SP તરીકે મૂકવામાં આવ્યા છે.
  6. SP મનીષ સિંઘની મોટર ટ્રાન્સપોર્ટ(ગાંધીનગર)ના SP તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  7. SP ઉષા રાડાની SRPF, ગ્રૂપ-6(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  8. SP અજીત રાજ્યાનની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમનાDCP તરીકે બદલી કરવામાં આવી છે.
  9. SP ડો.લવિનાસિન્હાની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના DCP તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  10. SP હિમાંશુ વર્માની અમદાવાદ શહેરના ઝોન-1 DCP તરીકે બદલી કરવામાં આવી છે.
  11. SP રૂપલ સોલંકીની ડીજી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  12. SP ભારતી જે. પંડ્યાની ગાંધીનગર ખાતે ટેકનિકલ સર્વિસમાં SP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,અગાઉ રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા હતા. આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. તો જી.એસ. મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા હતા. અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમપ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી હતા, જ્યારે એડીજીપી એવા ચાર આઈપીએસની ડીજી તરીકે બઢતી આપવામાં આવી હતી.