ભારતીય વાયુસેનાએ તેની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવતા હવાથી પ્રક્ષેપિત બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુના આકાશમાં નવી બેલેસ્ટિક મિસાઈલ Crystal Maze-2નું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણમાં મિસાઈલે ચોક્કસ નિશાના પર ટાર્ગેટ કરી હિટ કર્યું હતું. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર ઝડપી ગતિએ ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવે છે. Crystal Maze-2 અથવા ROCKS તરીકે ઓળખાતી આ મિસાઇલ 250 કિલોમીટર દૂર સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત પોતાની મિસાઈલ શક્તિને વધારતા સતત નવા પ્રકારની મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. Crystal Maze-2 મિસાઈલના પરીક્ષણ માટે ભારતીય વાયુસેનાએ સૌથી ઘાતક ફાઈટર જેટ સુખોઈ Su-30 MKIનો ઉપયોગ કર્યો હતો. સેનાએ પરીક્ષણ માટે આંદામાન અને નિકોબારની પસંદગી એટલા માટે કરી કે, ત્યાં ત્રણે સેનાનો બેઝ આવેલો છે. ઈઝરાયેલની આ મિસાઈલ ભારતમાં જ બની રહી છે, જેને મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવાઈ રહી છે. આ મિસાઈલ તેના તમામ માપદંડોમાં ખરી ઉતરી છે.
Crystal Maze-2 મિસાઈલ તેના જૂના વર્ઝન એટલે કે ક્રિસ્ટર મેઝ-1થી તદ્દન અલગ અને અત્યાધુનિક છે. તેની રેન્જ 250 કિલોમીટર છે. આ સ્ટેન્ડ ઑફ રેન્જ એર-ટૂ-સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મિસાઈલ સતત મૂવ કરી રહેલી વસ્તુઓને પણ ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત મિસાઈલ દૂરની વસ્તુને ટાર્ગેટ કરવા ઉપરાંત દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો પણ કરી શકે છે. તેની અસરકારકતા મર્યાદિત જીપીએસ કવરેજવાળા વાતાવરણ સુધી વિસ્તરે છે, જે કારગિલ યુદ્ધ દરમિયાન ભારત દ્વારા સામનો કરવામાં આવી હતી, અને તે મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી ધરાવતા વિસ્તારોમાં કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે છે.
Crystal Maze-2 મિસાઈલની ખાસીયત…
ક્રિસ્ટલ મેઝ-2ની રેન્જ 250 કિલોમીટર
આકાશમાંથી જમીન પર ટાર્ગેટ કરવાની ક્ષમતા
લાંબા રેન્જની બેલેસ્ટિક મિસાઈલ
1360 કિલોગ્રામ મિસાઈલનું વજન લગભગ
15 ફૂટ મિસાઈલની લંબાઈ
21 ઈંચ મિસાઈલનો વ્યાસ
6.6 ફૂટ વિંગ સ્પેનની લંબાઈ
મિસાઈલ લોન્ચ કરવા સિંગલ સ્ટેર સૉલિડ રૉકેટ એન્જનનો ઉપયોગ
મિસાઈલમાં 340 કિલોગ્રામનું હથિયાર લાગાવવાની ક્ષમતા