દિલ્લીના CM કેજરીવાલની ધરપકડ બાદ શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
AAP પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી દાખલ, સુપ્રીમ કોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી
દિલ્લીના કથિત દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. AAP પાર્ટીએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. જસ્ટિસ ખન્નાની ખંડપીઠમાં આ મામલાની તુરંત સુનાવણી થઈ રહી છે. ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ ધરપકડ વિરુદ્ધ વહેલી સુનાવણીની માંગ કરી છે. આ મામલે તાત્કાલિક સુનાવણીની અરવિંદ કેજરીવાલની માગણી સ્વીકારી લેવામાં આવી છે.