ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના કારણે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
WhatsApp Update : વોટ્સએપ એપ્લિકેશનમાં હવે નવુ અપડેટ આવ્યુ છે. જેમાં વોટ્સઅપની આખે આખી ડિઝાઈન જ બદલાઈ ગઈ છે. એટલે કે તેનુ આખુ લુક ચેન્જ થઈ ગયુ છે. કંપનીએ WhatsAppનું આખુ લુક બદલી નાખ્યુ છે.
વોટ્સઅપ યુઝર્સ ઘણા લાંબા સમયથી આ અપડેટની રાહ જોતા હતા. આ અપડેટથી Android યૂઝર્સને પણ iOSની જેમ જ WhatsAppની ડિઝાઈન અને લુક જોવા મળશે. જો તમારા ફોનમાં આ અપડેટ નથી આવ્યુ તો તમારે ગુગલ પ્લે સ્ટોર પર જઈને લેટેસ્ટ અપડેટ વર્ઝન ઈન્સ્ટોલ કરવું પડશે. કંપની છેલ્લા દિવસોમાં તેને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી હતી. ચાલો જાણીએ WhatsApp Updateમાં શું છે ખાસ.
WhatsAppના લેટેસ્ટ વર્ઝનમાં તમને નવો લુક મળશે. હવે ચેટ, અપડેટ્સ, કમ્યુનિટિ અને કોલ્સ આ તમામ ઓપ્શન હવે ઉપરની બાજુ નહીં દેખાય પરંતુ નીચેની બાજુ દેખાશે. તેમજ તેની પોઝિશન પણ બદલી નાખવામાં આવી છે.
જુના લુકમાં જ્યાં શરૂઆતમાં કમ્યુનિટીનો એપ્શન જોવા મળતો હતો. ત્યારબાદ ચેટ્સ, અપડેટ્સ અને કોલના ઓપ્શન આવતા હતા. તો હવે નવા અપડેટમાં હવે સૌથી પહેલા ચેટ ત્યારબાદ અપડેટ્સ, કોમ્યુનિટી અને કોલનો વિકલ્પ જોવા મળશે. જો કે, કંપનીએ હજુ સુધી આ અપડેટ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી .
આ સિવાય કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે. અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારીને 1 મિનીટ કરી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે.
સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના કારણે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. અત્યારે કોઈપણ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ WhatsApp પર લઈ શકે છે. જોકે, એપ લાંબા સમયથી તેના પર પ્રતિબંધ મૂકવાનું કામ કરી રહી હતી. હવે આ ફીચર રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે.
નોંધનિય છે કે, વોટ્સએપ થોડા થોડા સમયે પોતાની એપ્લિકેશનમાં ફેરફાર કરતું રહે છે. યૂઝર્સને ફ્રેશ એક્સપીરિયન્સ આપવા માટે સતત કંઈક નવું કરતી રહે છે. ત્યારે આ વખતે તો Android યૂઝર્સ માટે કંપનીએ WhatsAppનું આખુ લુક જ બદલી નાખ્યુ છે.