જાણો શા માટે રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય, વર્કિગ અવરમાં થશે કામ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક મોટો નિર્ણય લીધો છે. બેંકોની તમામ બ્રાન્ચ 31 માર્ચ સુધી રવિવારે ખુલ્લી રહેશે. આરબીઆઈએ બેંકોને તેમની શાખાઓ 31 માર્ચ સુધી ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્વિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે.
તમામ બેંક 31 માર્ચ, રવિવારે પોતાના નિયમિત સમયથી ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંક ખુલ્લી રહેશે. માર્ચ મહિનો પૂરો થાય એટલે નાણાકીય વર્ષ પૂરું થાય. નાણાકીય વર્ષ 2022-23 આ મહિનાની 31 તારીખે સમાપ્ત થશે. એટલા માટે આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે આ મહિનાના સરકાર સાથે સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શન 31મી માર્ચ સુધીમાં પતાવી દેવા જોઈએ. તેમણે બેંકોને આ માટે ખાસ કાળજી રાખવા જણાવ્યું છે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમ દ્વારા 31 માર્ચની મધ્યરાત્રિ 12 સુધી વ્યવહારો ચાલુ રહેશે.
જો તમારી પાસે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતું છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં પૈસા જમા કરાવી શક્યા નથી, તો ખાતાને સક્રિય રાખવા માટે, તેમાં 31 માર્ચ સુધી થોડા પૈસા મૂકો. જો પૈસા PPF અને SSYમાં જમા ન થાય તો આ એકાઉન્ટ્સ બંધ થઈ શકે છે.
જો તમે ન્યૂનતમ જરૂરી રકમ ન મૂકશો, તો તમારે તેમને ફરીથી સક્રિય કરવા માટે દંડ ચૂકવવો પડશે. તમારું ખાતું સક્રિય છે તે જાણવા માટે તમારે તમારી આ યોજનાઓમાં ન્યૂનતમ રોકાણ જાળવી રાખવું પડશે. તમારે ખાતામાં ઓછામાં ઓછી કેટલી રકમ જમા કરવી પડશે.
આ સિવાય PAN ને આધાર સાથે લિંક કરાવવા માટે 31 માર્ચ, 2023 છેલ્લો દિવસ છે. આમ કરવામાં નિષ્ફળતા તમારા PAN ને નિષ્ક્રિય બનાવી દેશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે.
ઈન્કમ ટેક્સની તમામ ઓફિસ ખુલ્લી રહેશે
આ પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30 માર્ચે શનિવાર અને 31 માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે 3 દિવસની લાંબી રજા પડી રહી હતી. તેના કારણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ‘દેશભરની ઈન્કમ ટેક્સ ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.’