National Creators Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે 23 વિજેતાઓને “નેશનલ ક્રિએટર્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા

nationalCreatorsAward

સૌ પ્રથમ વાર “નેશનલ ક્રિએટર્સ એવોર્ડ”નું આયોજન કરવામાં આવ્યું
ડિઝિટલ કન્ટેન્ટ ક્રિએટરનો કોર્સ જ નથીઃ વડાપ્રધાન મોદી
આ ચૂંટણીમાં પણ સફાઇ થશેઃ મોદીએ કરી રમૂજ

આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે “નેશનલ ક્રિએટર્સ એવોર્ડ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સૌ પ્રથમ વાર આયોજિત “નેશનલ ક્રિએટર્સ એવોર્ડ” કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કન્ટેન્ટ ક્રિયેટર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે “નેશનલ ક્રિએટર્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ સમારંભમાં સંબોધિત કરતા કહ્યું કે યુવાઓ અને તેમની ક્રિએટિવિટીને સન્માન આપવા માટે આ અવોર્ડ પહેલીવાર આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ એવોર્ડથી ક્રિએટર્સને મોટિવેશન મળશે.

“નેશનલ ક્રિએટર્સ એવોર્ડ”માં જે 20 કેટેગરીમાં અવોર્ડ્સ આપવામાં આવ્યા તેમાં નેશનલ ક્રિએટર્સ અવોર્ડ્સ બેસ્ટ સ્ટોરી રાઇટર, સેલિબ્રિટી પ્રોડ્યુસર, ગ્રીન ચેમ્પિયન અવોર્ડ, સોશિયલ ચેન્જ બેસ્ટ ક્રિએટર, એગ્રીકલ્ચર પ્રોડ્યૂસર, કલ્ચરલ એમ્બેસ્ડર, ઇન્ટરનેશનલ પ્રોડ્યૂસર, ટ્રાવેલ પ્રોડ્યૂસર, ક્લીનલીનેસ એમ્બેસ્ડર, ન્યૂ ઇન્ડિયા ચેમ્પિયન, ટેક ક્રિએટર, હેરિટેજ ફેશન આઇકન, બેસ્ટ ક્રિએટર મેલ-ફીમેલ, ફૂડ કેટેગરી બેસ્ટ પ્રોડ્યુસર, એજ્યુકેશન બેસ્ટ ક્રિએટર, ગેમિંગ કેટેગરી બેસ્ટ ક્રિએટર, બેસ્ટ માઇક્રો પ્રોડ્યુસર, બેસ્ટ નેનૌ પ્રોડ્યુસર, બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ પ્રોડ્યુસર સામેલ છે.

સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકોએ એવોર્ડ્સ માટે નોમિનેશન સબમિટ કર્યા હતા. જેમાં પ્રથમ તબક્કામાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા છે. આ પછી એવોર્ડની વિવિધ કેટેગરીમાં ડિજિટલ સર્જક માટે લગભગ 10 લાખ વોટ પ્રાપ્ત થયા. આ પછી ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. શ્રેષ્ઠ વાર્તાકાર એવોર્ડ સહિત 20 કેટેગરીમાં સર્જક પુરસ્કાર આપવામાં આવ્યો. તેમાં પરિવર્તનશીલ પરિવર્તન, સામાજિક પરિવર્તન માટે શ્રેષ્ઠ સર્જક, સૌથી વધુ પ્રભાવશાળી કૃષિ સર્જક, વર્ષનો સાંસ્કૃતિક એમ્બેસેડર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સર્જક પુરસ્કારનો સમાવેશ થાય છે.

“નેશનલ ક્રિએટર્સ એવોર્ડ” આપવામાં આવ્યા તે ક્રિએટરનાં નામ અને ક્ષેત્રઃ-

નામક્ષેત્ર
કીર્તિકા ગોવિંદાસામીશ્રેષ્ઠ વાર્તાકાર એવોર્ડ
રણવીર અલ્હાબાદિયાડિસરપ્ટર ઓફ ધ યર એવોર્ડ
પંક્તિ પાંડેફેવરેટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ
જયા કિશોરીસામાજિક પરિવર્તન માટે શ્રેષ્ઠ સર્જક એવોર્ડ
મૈથિલી ઠાકુરકલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડ
ડ્રુ હિક્સશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક એવોર્ડ
કામિયા જાનીશ્રેષ્ઠ પ્રવાસ સર્જક એવોર્ડ
ગૌરવ ચૌધરીટેક કેટેગરી એવોર્ડ
મલ્હાર કલાંબેસ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ
જાહ્નવી સિંહહેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ
શ્રદ્ધામોસ્ટ ક્રિએટિવ ક્રિએટર્સ(મહિલા) એવોર્ડ
આર.જે. રૌનકમોસ્ટ ક્રિએટિવ ક્રિએટર્સ(પુરુષ) એવોર્ડ
કવિતા સિંહફૂડ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જક એવોર્ડ
નમન દેશમુખશિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક એવોર્ડ
અંકિત બૈયાનપુરિયાશ્રેષ્ઠ આરોગ્ય અને ફિટનેસ સર્જક એવોર્ડ
નિશ્ચય (ટ્રિગર વ્યક્તિ)ગેમિંગ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જક એવોર્ડ
અરિદમનશ્રેષ્ઠ માઇક્રો સર્જક એવોર્ડ
પિયુષ પુરોહિતશ્રેષ્ઠ નેનો સર્જક એવોર્ડ
અમન ગુપ્તા સેલિબ્રિટી સર્જક ઓફ ધ યર એવોર્ડ

મહાશિવરાત્રી અને ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની પણ શુભકામનાઓ આપી
એવોર્ડ વિતરણ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે આજે એક બીજો સંયોગ છે કે આ પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન મહાશિવરાત્રીના શુભ દિવસે કરવામાં આવ્યુ છે. મારી કાશીમાં ભગવાન શિવજી વિના કંઈ જ ચાલતું નથી. શિવજીને ભાષા, કલા અને સર્જનાત્મકતાના પિતા માનવામાં આવે છે. આપણા શિવ નટરાજ છે. શિવના ડમરુમાંથી મહેશ્વર સૂત્રો પ્રગટ થયા છે. શિવનું તાંડવલય સર્જનનો પાયો નાખે છે. હું તમને અને તમામ દેશવાસીને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, પરંતુ હું પહેલીવાર જોઈ રહ્યો છું કે અહીં હાજર પુરુષો પણ તાળીઓ પાડી રહ્યા છે. હું એ દરેક દીકરીઓને અભિનંદન આપુ છે જેમને આજે પુરસ્કાર મળ્યો છે. મને તમારા બધા પર ગૌરવ છે. હું દેશ અને દુનિયાની મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. આજે મેં ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે.”

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે કોઇ સેક્ટરની યુવા શક્તિએ સરકારને મજબૂર કર્યા છે ક્યાં સુધી બેસી રહેશો. આની પર તો કંઇ વિચારી. પીએમ મોદીએ આજના એવોર્ડ ફંક્શનની ક્રેડિટ ડિઝિટલ કન્ટેન્ટ ક્રિએટરને પ્રદાન કરી હતી. તેમણે કહ્યું કે યુવાઓને સાચી દિશા મળે તો શું ન થઇ શકે. કન્ટેન્ટ ક્રિએશનનો કોર્સ છે જ નહી તો ક્યાંથી કરશો. પરંતુ તમે પોતાના ભવિષ્યને ઓળખ્યુ.

” આ વખતે ચૂંટણીમાં પણ સફાઇ થશે”
પીએમ મોદીએ પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કારમાં મલ્હાર કલાંબેને સ્વચ્છતા રાજદૂત પુરસ્કારથી સન્માનિત કર્યા. એવોર્ડ મળ્યા પછી કલાંબેએ જણાવ્યુ કે તેઓ પીએમ મોદી સાથે સફાઇ સંબંધિત વીડિયો બનાવવા ઇચ્છે છે. તેના જવાબમાં રમૂજ કરતા પીએમએ કહ્યુ કે તેને તક મળશે. તેના પછી તેમણે કહ્યુ કે દરેક પ્રકારની સફાઇમાં તેનો ઉપયોગ થઇ શકે છે. આ ચૂંટણીમાં પણ સફાઇ કરવામાં આવનાર છે.

વડાપ્રધાન મોદીએ “મન કી બાત”ના 110માં એપિસોડમાં “નેશનલ ક્રિએટર્સ અવોર્ડ” વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે સોશિયલ મીડિયા એન્ફ્લુએન્સર્સના ટેલેન્ટનું સન્માન કરવા માટે નેશનલ ક્રિએટર્સ અવોર્ડની શરૂઆત કરી. વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું હતું, દેશના યુવા જે કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે તેમનો અવાજ આજે ખૂબ જ પ્રભાવી થઈ ગયો છે.

વડાપ્રધાન મોદીના ભાષણના 5 મહત્વના મુદ્દાઓ

  • ક્રિએટર્સને અભિનંદન આપતાં મોદીએ કહ્યું- જો કોઈ સેક્ટરની મહાસત્તાએ સરકારને વિચારવાની પ્રેરણા આપી હોય તો તમે ક્યાં સુધી બેસી રહેશો. એટલા માટે તમે અભિનંદનને પાત્ર છો. આનો શ્રેય ભારતના દરેક કન્ટેન્ટ સર્જકને જાય છે. તમે જે હિંમત બતાવી તેના કારણે આજે તમે બધા અહીં સુધી પહોંચ્યા છો અને દેશ તમારી તરફ આશા સાથે જોઈ રહ્યો છે. તમારું કન્ટેન્ટ સમગ્ર ભારતમાં ભારે પ્રભાવ પેદા કરી રહ્યું છે.
  • મારી તમને એક વિનંતી છે. મિત્રો, એક જમાનામાં આપણે જોતા હતા કે અહીં ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન મળે છે. પરંતુ આજે દુકાનદારો લખે છે કે અહીં હેલ્ધી ફૂડ મળે છે. સમાજમાં પણ આ પરિવર્તન આવી રહ્યું છે. તેથી, સામગ્રી એવી હોવી જોઈએ કે તે લોકોને પ્રેરણા આપે.
  • મેં લાલ કિલ્લા પરથી દીકરીઓના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં લાલ કિલ્લા પરથી પૂછ્યું હતું કે દીકરી ઘરે મોડી આવે તો તમે પૂછો છો, દીકરાને કેમ નથી પૂછતા. હું ક્રિએટર્સોને પૂછું છું કે અમે આ સંદેશ કેવી રીતે પહોંચાડી શકીએ.
  • પશ્ચિમી દેશોમાં એવો વિચાર છે કે ભારતમાં વર્કિંગ વુમન નથી. તમે જોશો કે અમારી માતાઓ અને બહેનો દ્વારા ગામડાઓમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આપણે આ ગેરમાન્યતાઓને બદલી શકીએ છીએ.
  • હું તમારી સાથે એક મહત્ત્વપૂર્ણ વિષય પણ શેર કરવા માગુ છું. જેમ કે માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ સ્પર્શી વિષય છે. હું જોઉં છું કે ઘણા સર્જકો માનસિક સ્વાસ્થ્યના વિષય માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે પરંતુ આપણે આના પર વધુ કામ કરવાની જરૂર છે.