માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ચીન પાસેથી મફત સૈન્ય સહાય મેળવવના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદન આપતા કહ્યું કે ‘અમારી સરકાર ભારતીય સૈનિકોને દેશમાંથી બહાર કાઢવામાં સફળ થઈ’
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ચીન સાથે થયેલા સૈન્ય કરારો વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. મુઈઝુએ કહ્યું કે 10 મે પછી કોઈપણ ભારતીય સૈનિકને માલદીવ આવવા દેવામાં આવશે નહીં. ન તો લશ્કરી ગણવેશમાં કે ન તો સાદા વસ્ત્રોમાં. ભારતીય સેના માલદીવમાં રહેશે નહીં, પછી ભલે તે ગમે તેટલો યુનિફોર્મ પહેરે. હું આ વિશ્વાસ સાથે કહું છું.
માલદીવ અને ચીન વચ્ચે નિકટતા વધી રહી છે. બંને દેશો વચ્ચે બે સૈન્ય સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ચીને માલદીવને કોઈપણ શરત વિના એટલે કે મફત સૈન્ય મદદ આપવાનું વચન આપ્યું છે. જો કે, આ કેવા પ્રકારની સૈન્ય મદદ હશે, હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. આ સિવાય ચીનના રિસર્ચ શિપ શિયાંગ યાંગ હોંગ-3ને લઈને પણ સમજૂતી થઈ છે. આ જહાજ હાલમાં જ માલદીવ પહોંચ્યું હતું. તેને ચીનનું જાસૂસી જહાજ પણ કહેવામાં આવતું હતું. બંને દેશો વચ્ચેનો આ કરાર હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સંશોધનને અસર કરી શકે છે.
મુઈજ્જુએ કહ્યું કે, ‘અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.’ મુઈઝુએ કહ્યું કે 10 મે પછી કોઈપણ ભારતીય સૈનિકને માલદીવ આવવા દેવામાં આવશે નહીં. ન તો લશ્કરી ગણવેશમાં કે ન તો સાદા વસ્ત્રોમાં. ભારતીય સેના માલદીવમાં રહેશે નહીં, પછી ભલે તે ગમે તેટલો યુનિફોર્મ પહેરે. હું આ વિશ્વાસ સાથે કહું છું.
માલદીવે પોતાના દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને હાંકી કાઢવાના નિર્ણય કરી ભારતને 10 માર્ચ સુધીની ડેડલાઈન આપી છે. જોકે ભારતીય સૈન્ય પણ ડેડલાઈન પહેલા ત્યાં પહોંચી છે અને માલદીવ સ્થિત ભારતના ત્રણ વિમાનન પ્લેટફોર્મ પરથી એકને પરત લાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. ભારત અને માલદીવ વચ્ચેના કરાર હેઠળ ભારતીય સૈનિકો 10 મે સુધીમાં તેમના દેશ પરત ફરશે. માલદીવમાં લગભગ 88 ભારતીય સૈનિકો છે. તે બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટનું ઓપરેશન સંભાળે છે.
ઉલ્લેખનિય છે કે, માલદીવ સરકારના મંત્રીઓએ થોડા મહિનાઓ પહેલાં જ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પરની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ વિવાદ બાદ માલદીવે આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ મુઈઝુ ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાતે ગયા હતા. આ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મુઈઝુ સતત ભારતને નિશાન બનાવી રહ્યા છે.