રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7 માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદથી પ્રવેશ

જનનેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7 માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદથી પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રાને પ્રેમ, સમર્થન અને આશીર્વાદ સાથે આવકારવા ગુજરાતના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે અને મહિલા દિને આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય અને ઢોલના તાલે નાચીને યાત્રાનું સ્વાગત અને સ્વાગત કરશે..