રાજ્યના 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનરોને આ લાભ મળશે
જુલાઈ 2023થી 4%નો વધારો, 8 મહિનાનું એરિયર્સ 3 હપ્તામાં ચૂકવાશે
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનાં આ નિર્ણયથી રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
ગુજરાત સરકારે આજે રાજ્યનાં કર્મચારીઓ માટે મહત્વો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યનાં કુલ 4.45 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. તેમજ રાજ્યનાં 4.63 લાખ પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.
એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે, તેની સામે રાજ્ય સરકાર 14 ટકા ફાળો આપશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે.
તેવી જ રીતે, કર્મચારીઓને LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પંચના પગારધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવામાં આવશે.