કેન્સરને અટકાવશે માત્ર 100 રૂપિયાની ટેબલેટ, ટાટા મેમોરિયલ સેન્ટરનો દાવો

cancer-tablet

કેન્સર ફરીથી કઈ રીતે થાય છે અને આ ટેબલેટ કઈ રીતે કેન્સરને અટકાવશે, દવા કેટલા સમયમાં તૈયાર થશે ?

કેન્સર એક ગંભીર બીમારી છે, જે કોઈને પણ તેનો શિકાર બનાવી શકે છે. દુનિયાભરમાં ઘણા લોકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ એક એવો રોગ છે જેની સારવાર યોગ્ય સમયે ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ ગંભીર અને જીવલેણ બીમારીની સારવાર માટે એક આશાનું કિરણ દેખાયુ છે. તાજેતરમાં ટાટા મેમોરિયલ સેન્ટરે દાવો કર્યો છે કે તેણે કેન્સરની સારવાર માટે સંભવિત દવા શોધી લેવામાં સફળતા મેળવી છે. આ દવા કેન્સરના સેલ્સને ફરીથી વૃદ્ધિ પામતા અટકાવી શકે છે તેમજ આ દવાની કિંમત પણ ઘણી ઓછી છે.

આ ટેબલેટ કેન્સરને થતું અટકાવશે
કેન્સરની સારવાર પછી પણ તે ઘણા દર્દીઓમાં ફરી ફેલાય છે, ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા આનું કારણ શોધી કાઢ્યું છે અને દાવો કર્યો છે તેમની ટેબ્લેટ બીજી વખત કેન્સરને ફેલાતું અટકાવી શકે છે. ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેક્ટર ડો.રાજેન્દ્ર બડવેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સંસ્થાના સંશોધકો અને ડોકટરોએ 10 વર્ષ સુધી કામ કર્યું અને હવે એક ટેબ્લેટ વિકસાવી છે જેનો તેઓ દાવો કરે છે કે તે દર્દીઓમાં બીજી વખત કેન્સરની ઘટનાને અટકાવશે અને રેડિયેશન અને કીમોથેરાપી જેવી સારવારની આડ અસરોને પણ 50 ટકા ઘટાડી દેશે. આ ટેબલેટ(દવા)ને જૂન-જુલાઈમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)પાસેથી મંજૂરી મળે તેવી શક્યતા છે. આ દવાની કિંમત માત્ર 100 રૂપિયા છે.

કેન્સર ફરીથી કઈ રીતે થાય છે અને આ ટેબલેટ કઈ રીતે કેન્સરને અટકાવશે
આ અંગ ડોક્ટરે જણાવ્યું કે કિમોથેરાપી જેવી સારવારની ખરાબ અસર (આડઅસર)ને 50 ટકા સુધી ઘટાડી દે છે જેથી ફરી વખત કેન્સર થવાની સંભાવના 30 ટકા સુધી ઓછી કરવામાં આ ટેબલેટ મદદરૂપ સાબિત થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, કેન્સરની સારવાર માટેની આ દવા અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક દવા છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પામતા કેન્સર સેલ્સ કીમોથેરાપી અને રેડિયોથેરાપી બાદ સેલ-ફ્રી કોમેટિન પાર્ટીકલ છોડે છે. જે જલ્દી તંદુરસ્ત સેલ્સને કેન્સરમાં પરિવર્તીત કરી શકે છે. આવા સંજોગોમાં આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ડોક્ટર્સે ઉંદરને રેઝવેરાટ્રોલ અને કોપર (R+Cu) સાથે પ્રો-ઓક્સિડન્ટ ટેબલેટ આપી. R+Cu ઓક્સિજન રેડિકલ ઉત્પન્ન કરે છે, જે તંદુરસ્ત સેલ્સને કેન્સરમાં પરિવર્તીત કરતા ક્રોમેટિન પાર્ટીકલનો નાશ કરે છે. આ ટેબલેટને જ્યારે મો(મુખ) દ્વારા આપવામાં આવે ત્યારે ટેબ્લેટ પેટમાં ઓક્સિજન રેડિકલ ઉત્પન્ન કરે છે, જે બ્લડ સર્ક્યુલેશનમાં પ્રવેશ કરવા માટે જલ્દીથી શાષાય થાય છે. ત્યાર બાદ ઓક્સિજન રેડિકલ્સ સર્ક્યુલેશનમાં રહેલ ક્રોમેટિન પાર્ટીકલને નાશ કરે છે, અને ‘મેટાસ્ટેસિસ’ અટકાવે છે. શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં કેન્સરના કોષોની હિલચાલ. સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે R+Cu કિમોથેરાપીથી થતી ટોક્સિસિટી(ઝેરી અસર)ને અટકાવે છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલના વરિષ્ઠ કેન્સર સર્જન ડૉ. રાજેન્દ્ર બડવેએ જણાવ્યું કે, “સંશોધન માટે ઉંદરોમાં માનવ કેન્સરના કોષો દાખલ કરવામાં આવ્યા હતા, જેનાથી તેમનામાં ગાંઠની રચના થઈ હતી માનવ કેન્સરના કોષો ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમનામાં ગાંઠો બની. અમે રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા તેની સારવાર કરી. આ પછી કેન્સરના કોષો નાશ પામ્યા અને ખૂબ જ નાના ટુકડા થઈ ગયા. મૃત્યુ પામતા કેન્સર કોષમાંથી ક્રોમેટીન કણો (ક્રોમોજનના ટુકડા) રક્તવાહિની દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે. આ શરીરમાં હાજર સારા કોષો સાથે ભળી જાય છે અને તેને કેન્સરના કોષોમાં પરિવર્તિત કરે છે. આ રિસર્ચથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્સરના કોષો નાશ પામ્યા છતાં પાછા આવે છે.

દવા કેટલા સમયમાં તૈયાર થશે
ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, કેન્સરની સારવારમાં થતી આડઅસરના સંશોધન માટેના પરિક્ષણ ઉંદરો અને માનવ બન્ને પર કરવામાં આવ્યા છે. પરંતુ કેન્સરને અટકાવવા માટેના પરીક્ષણ હજુ ફક્ત ઉંદર પર કરવામાં આવ્યું છે. આ માટે હ્યુમન ટ્રાયલ એટલે કે માનવ પરીક્ષણને પૂર્ણ કરવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગશે. આ સંજોગોમાં નવી સારવારનો લાભ લેવા માટે લોકોએ હજુ કેટલાક વર્ષો સુધી રાહ જોવી પડશે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ જાહેરાત કરી હતી કે રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની રસી (વેક્સિન) તૈયાર કરવાની ખૂબ જ નજીક છે. આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડૉક્ટરે કહ્યું, “આડ-અસરની અસર ઉંદરો અને મનુષ્યો બંને પર ચકાસવામાં આવી હતી, પરંતુ નિવારણ પરીક્ષણ માત્ર ઉંદરો પર જ કરવામાં આવ્યું હતું. આ માટે માનવીય ટ્રાયલ પૂર્ણ કરવામાં લગભગ 5 વર્ષનો સમય લાગશે. સંશોધન દરમિયાન પડકારો હતા, ઘણાને લાગ્યું કે તે સમય અને પૈસાનો વ્યય છે. પરંતુ આજે દરેક જણ ખુશ અને ઉત્સાહિત છે. તે એક મોટી સફળતા છે.

ડૉ. પંકજ ચતુર્વેદી, ડેપ્યુટી ડાયરેક્ટર, સેન્ટર ફોર કેન્સર એપિડેમિઓલોજી, ટાટા મેમોરિયલ સેન્ટરે જણાવ્યું હતું કે સમસ્યાનું મૂળ શોધવાની સાથે તેનું સમાધાન પણ એટલું જ મહત્વનું છે. કોપર- રેઝવેરાટ્રોલ માટે ઘરેલું ઉપાય છે. તે કેન્સરની સારવારમાં સુધારો કરવામાં અને સારવાર દરમિયાન થતી આડઅસરોને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. રેસવેરાટ્રોલ દ્રાક્ષ અને બેરીની છાલ અને અન્ય પદાર્થોમાંથી મેળવવામાં આવે છે. કોપર ઘણા ખાદ્યપદાર્થોમાંથી પણ મળે છે.

ટાટાના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. નવીન ખત્રીના જણાવ્યા અનુસાર, સારવાર દરમિયાન દર્દીને મોઢામાં ચાંદા પડી જાય છે, કોપર-રેઝવેરાટ્રોલનું સેવન આ સમસ્યામાંથી ઘણી રાહત આપે છે.મૌખિક કેન્સરના કોષોની આક્રમકતા ઘટાડવા માટે કોપર-રેઝવેરાટ્રોલની ગોળીઓ આપ્યા પછી કેન્સરના કોષોની તીવ્રતા ઓછી થાય છે.તે પેટ સંબંધિત કેન્સરના દર્દીઓની સારવાર દરમિયાન હાથ અને પગની ચામડીની છાલની આડઅસરોને ઘટાડવામાં પણ મદદ કરે છે. કોપર-રેસવેરાટ્રોલના સેવનથી મગજની ગાંઠના દર્દીઓમાં પણ સારા પરિણામો જોવા મળ્યા છે.