ગગનયાનના ૪ અવકાશયાત્રીઓના નામની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૂ.૧૮૦૦ કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી. ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા સામેલ છે.