“હું મલાલા નથી” બોલનાર યાના મીરને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો

yana-mir

બ્રિટિશ સંસદમાં આપેલા પોતાનાં ભાષણમાં “હું મલાલા નથી” બોલીને ફેમસ થઈ હતી

બ્રિટનમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ભારત પ્રત્યે પ્રેમ દર્શાવનાર અને “હું મલાલા નથી” બોલનાર જમ્મુ-કાશ્મીરની યુવા પત્રકારને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કસ્ટમ અધિકારીઓ સાથે દલીલ કરતી જોવા મળી રહી છે. શું છે સમગ્ર મામલો આવો એક નજર કરીએ….

જમ્મુ કાશ્મીરની પત્રકાર યાના મીર ઈંગ્લેન્ડથી પરત ફરી હતી ત્યારે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા તેને રોકવામાં આવી હતી. તે કથિત રીતે સામાનની સ્કેનિંગમાં એરપોર્ટ સ્ટાફની સાથે કો-ઓપરેટ કરતી ન હતી. યાના મીર તે જ છે જેણે હાલમાં જ બ્રિટનમાં મલાલા યુસુફઝઇને લઈને નિવેદનબાજી કરી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ઘણી જ ચર્ચા જગાવી હતી.

સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જણાવી રહી છે કે એક દેશભક્તની સાથે કેવું વર્તન કરવામાં આવે છે. તે કસ્ટમ અધિકારીઓ સાથે દલીલબાજી કરતી પણ જોવા મળે છે કે અંતે તેના સામાનને પબ્લિક પ્લેસમાં કેમ ખોલવામાં આવ્યો?

એરપોર્ટ પર રોક્યા બાદ યાના મીરના આરોપ
વીડિયોમાં યાના મીર કહેતા સંભળાય છે કે- તેની ટ્રોલીમાં કેટલીક શોપિંગ બેગ્સ છે, જે તેણે ઈંગ્લેન્ડમાં રહેતા તેના સંબંધીઓએ આપ્યા હતા. તેની પાસે તેના બિલ નથી. અધિકારી તેણે કથિત રીતે તે શોપિંગ બેગ્સ પર કસ્ટમ ડ્યૂટીની માગ કરી રહ્યાં છે. તે વીડિયોમાં અધિકારીઓ દ્વારા તેનો સામાન ખોલવાનો વિરોધ કરી રહી છે અને કહેતા સંભળાય છે કે- આ ઘણી જ શરમજનક વાત છે.

યાના મીર વીડિયોમાં દેખાઈ રહી છે કે તેની બેગમાં કેટલીક શોપિંગ બેગ છે. તેણી કહે છે કે આ એવું કરવામાં આવી રહ્યું છે જાણે તે ‘ડ્રગ પેડલર, ચોર’ છે. તે એક મહિલા અધિકારીને કહે છે કે ‘તમે નથી જાણતા કે હું અહીં શું લઈને આવી છું. શું તમને લાગે છે કે હું કોઈ ચોરી કરી રહ્યો છું? જો બિલ હોત તો મેં બતાવ્યું હોત. યાના મીર પણ કહે છે, “દેશમાં દેશભક્ત નાગરિક સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે.”

દિલ્હી કસ્ટમે યાના મીરનો વીડિયો શેર કર્યો
યાના મીરના આ તમામ આરોપો પર દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારી દ્વારા સ્પષ્ટીકરણ પણ અપાયું છે. દિલ્હી કસ્ટમના સત્તાવાર એક્સ પોસ્ટમાં બે વીડિયો શેર કરાયા છે, જેમાં યાના મીર સ્કેનિંગ મશીનની પાસે ઊભેલી જોવા મળે છે. કસ્ટમે જણાવ્યું કે તે પોતાના સામાનની સ્કેનિંગમાં કો-ઓપરેટ નહોતી કરતી.

આ વચ્ચે એક સ્ટાફ તેનો સામાન ઉઠાવીને મશીન પર મૂકે છે. બાદમાં અધિકારીઓએ બેગ લઈને તેણે ખોલીને ચેક કરી. દિલ્હી કસ્ટમે કહ્યું કે- વીડિયો આખી વાત જણાવે છે. કસ્ટમે સાથે જ કહ્યું- વિશેષાધિકાર કાયદાથી ઉપર નથી.

કોણ છે યાના મીર?
યાના મીર જમ્મુ કાશ્મીરની રહેવાસ છે અને તે પોતાને એક કાર્યકર્તા ગણાવે છે. તે એક પત્રકાર પણ છે. બ્રિટિશ સંસદ ભવનમાં જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર દ્વારા એક સંકલ્પ દિવસ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં તેણે જમ્મુ કાશ્મીરમાં ભાજપના મીડિયા ઈન્ચાર્જ સાઝિદ યુસુફ શાહ દ્વારા મોકલવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં યાના મીરે કહ્યું હતું કે- હું મલાલા યૂસુફઝઇ નથી, કેમકે મને ક્યારેય પણ મારા દેશમાંથી ભાગવું નહીં પડે. હું સ્વતંત્ર છું અને હું મારા દેશ ભારતમાં, કાશ્મીરમાં મારા ઘરમાં, જે ભારતનો ભાગ છે ત્યાં સુરક્ષિત છું.