૨૯૫ કરોડના વિકાસના કાર્યો, ૫૦૬ કરોંડાના સુધારા સાથે ૧૨૭૬૮ કરોડનું અંદાજપત્ર AMC કોંગ્રેસ પક્ષે દ્વારા રજૂ

AMC-કોંગ્રેસ-પક્ષ-2024-25-સુધારો-અંદાજપત્ર

૨૦૨૪-૨૫ અંદાજપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે સુધારા સાથે ૧૨૭૬૮ કરોડનું અંદાજપત્ર સહેજાદ ખાને રજૂ કર્યું

વર્ષ ૨૦૨૪-૨૫નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ રેવન્યુ અને કેપિટલ ખર્ચ રૂપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કરી સામાન્ય સભા સમક્ષ રેવન્યુ ખર્ચ પેટે રૂ.૫૮૭૮ કરોડ અને કેપિટલ પેટે ખર્ચ રૂ. ૬૩૮૪ સાથે મળીને રૂપિયા ૧૨૨૬૨.૮૩ કરોડનું રજૂ કરેલ અંદાજપત્ર પર કોંગ્રેસ પક્ષ તરથી આ સુધારો રજૂ કરતાં આનંદની લાગણી પ્રસરી હતી. શહેરના ૭૫ લાખથી વધુ નાગરિકોને સુખાકારીમાં વધારો થયો. વિશ્વકક્ષાની સારી પ્રાથમિક સુવિધાઓ મળે અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સત્તાધારી પક્ષ રાજકારણને વચ્ચે લાવ્યા વિના પક્ષે પક્ષપાતથી ઉપર રહીને શહેર તથા પ્રજાના હિતાર્થે અમે મુકેલા સુધારાનો સ્વીકાર કરે

૧૮૫૮માં મ્યુનિસિપાલટી ની સ્થાપના થયા બાદ ૧૯૫૦ થી અમદાવાદ નગરપાલિકામાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર થયું ૭૩ વર્ષ પૂરા થશે આજે ગૌરવની વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે રહી અને વિકાસના કામોનો પાયો નાખી યાદગાર સેવા આપેલ તે ભૂલી શકાય તેમ નથી. વર્તમાન સમયમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાની કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરી વિરોધ પક્ષ સાથે ચર્ચા વિચારણા કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ સુધારવા ભ્રષ્ટાચાર અટકાવવા અને પ્રજાના સંતોષ આપવા શસઘન પ્રયાસો કરવા પડશે

અમદાવાદ શહેરમાં આઈ. આઈ. એમ જેવી વિશ્વપ્રસિદ્ધ મેનેજમેન્ટ સ્કૂલ., એન.આઈ.ડી., પી.આર.એલ અને ઈસરો જેવી સંસ્થાઓ કોંગ્રેસના શાસનમાં બની હતી. અમદાવાદ શહેરના વિકાસની કેડી પર મુકનાર મેયર પણ કોંગ્રેસ પક્ષે આપેલા છે સમયાંતરે શહેરનો વિકાસ થયો તે પણ કોઈ એક વિસ્તાર કે વર્ગ માટે નહીં પણ સર્વાંગી વિકાસ કરેલ હતો. કોંગ્રેસના વિકાસના કામો આજે માઇલ સ્ટોન બનેલા છે.

શહેરીજનોને આપેલા વચાનો પાડીશક્યા નથી

છેલ્લા કેટલાય વર્ષોથી બજેટમાં શહેરીજનોને અમદાવાદ શહેરને થર્ડ ફાસ્ટેસ્ટેટ સીટી ઇન ધ વર્લ્ડ, ગ્રીન સીટી- ક્લીન સીટી, લવેબલ અને લિવેબલ સીટી, ડસ્ટ ફ્રી સીટી, પોલ્યુશન ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સિટી, સ્વચ્છ અને સ્વાસ્થ્ય સીટી, ક્લીનએસ્ટ સીટી ઓફ ઇન્ડિયા ભારેખમ વચ્ચેનો આપ્યા હતા મોટાભાગના વચનો પાડી શક્યા નથી શહેરને સ્વચ્છ સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે.

સતાધાર બીજેપીએ ૨૦૨૪-૨૫ રજૂ કરેલ બજેટમાં પાછલા વર્ષની નિષ્ફળતાઓ દર્શાવે છે

૨૫૦ કરોડના ખર્ચે દરેક વોર્ડમાં બે નવા વ્હાઇટ ટોપીંગ રોડ, વી એસ હોસ્પિટલનું નવીનીકરણ, જુના બ્યુટીફિકેશન કરવા, નવા સમયના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, દસ કરોડના ખર્ચે ઝોન દીઠ મહિલાઓ માટે એક યોગ યોગા કમ મેડિટેશન સેન્ટર, દસ કરોડના ખર્ચે સ્કેન સ્કેલ ખરીદવા, સાબરમતી નદી સ્વચ્છ કરવા, વરસાદી પાણીનો ત્વરિત નિકાલ, મહિલાઓ માટે પિંક ટોયલેટ અને પિન્ક બસો, કોર્પોરેશનની તમામ મિલકતો પર સોલર સિસ્ટમ, સારંગપુર તથા કાલુપુર બ્રિજ પહોળું કરવા, પ્રો વિસ્તારમાં ૧૦૦ બેડ ની રેફરલ હોસ્પિટલ, મ્યુ. શાળાના બાળકોને સ્માર્ટફોન આપવા જેવા વાયદાઓ રોકાણ સાબિત થયા સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાના સપના બનાવટી પરવાર થયા છે

AMC માં ભાજપના આગમનથી કાંડ, કોભાંડ, ભ્રષ્ટાચાર સામન્ય બન્યો: શહેજાદ ખાન

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું આગમન સાથે કાંડ, કૌભાંડ, હત્યાકાંડ, ભ્રષ્ટાચાર સાવ સામાન્ય બની ગયા છે. દરેક વિભાગમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર છે. હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ભ્રષ્ટાચાર, રોડ રિસર ફેસના કરોડો રૂપિયાના કામોમાં હલકી ગુણવત્તાવાળા કામો થયા, કાંકરિયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરોના ભૂતકાળ વિવાદ હોવા છતાં તેને બ્લેક લિસ્ટ કરવાના બદલે વધુ કામો આપ્યા, ભ્રષ્ટાચારની કારણે નાણાકીય સ્થિતિ ખાડે જેવી વિકાસ કાર્યો કરવા માટે કોર્પોરેશનનું દેવું કરવું પડેલ છે, કમિશનર ના બજેટમાં કાપ મુકવા પડે છે

પીવાના પાણીના પ્રશ્નોએ માઝા મૂકી

શહેરના નાગરિકો ત્રાહિમમાં પોકારી ગયા છે. પીવાના પાણીના પ્રશ્નોએ માઝા મૂકી છે. ઘણી જગ્યાએ પાણીનું ઓછું પ્રેશર છે તો અમુક વિસ્તારમાં પાણી બિલકુલ મળતું નથી, વરસાદની પાણી નિકાલની પૂરતી સગવડ નથી અડધો ઇંચ વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે, ગટોરુ ભ્રવાની અસંખ્ય સમસ્યાઓને ફરિયાદ ઊભી છે ઠેર ઠેર કચરાના ઢગલા દેખાય છે, સફાઈ નિયમિત થતી નથી ટી.પી રોડ ઉપર લાઈટો બંધ હાલતમાં, રસ્તો ઉપર ખુદ કમ અસંખ્યમાં, ખાડા પુરાવા કે રીસરફેસીગ થતું નથી. એક તરફ કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણના નામે કરોડો રૂપિયાનો વ્યય કરે છે તો બીજી બાજુ શહેરને સ્વચ્છ રાખવા દર વર્ષે અંદાજે ૯૦૦ કરોડના ખર્ચે કરવામાં આવતો હોવા છતાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં ૧૫માં નંબર ઉપર છે. સાબરમતી દેશની સૌથી પ્રદુષિત નદીમાં આવે છે, ગરીબ મધ્યમ વર્ગના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.

૨૦૨૪-૨૫ના કોંગ્રેસ પક્ષે સુધારા રજૂ કરાયા

સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2024 25 ના અંદાજપત્ર મંજૂર કરેલ અંદાજપત્ર સુખાકારીના વધારા સાથે વિકાસના કમો રજૂ કરેલ છે

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવા
શહેરમાં નાખવામાં આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અપૂરતી જેને કારણે ચોમાસામાં પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ચોથી વધુ ટેક્સની આવક આ વિસ્તારમાંથી મળે છે. વરસાદી પાણી ભરાવાના કારણે આ વિસ્તારના રોગચાળો અને ગંદકીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કોમર્શિયલ એકમોમાં આવેલ ખાનગી મિલકતોને પણ નુકસાન થાય છે.
અનુકૂળ ક્ષેત્ર ફળ ૪૮૦.૮૮ ચો. કિ . મી વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નેટવર્ક ૯૫૦ કિ.મી નું છે. 30 થી 35% નેટવર્ક પશ્ચિમ વિસ્તારમાં અને 65 થી 70% નેટવર્ક પૂર્વ વિસ્તારમાં છે. શહેરમાં છેલ્લા એક દાયકામાં સરખેજ, સિંધુભવનરોડ, પ્રહલાદનગર, બોડકદેવ, વસ્ત્રાપુર સહિત વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના નામે કામગીરી થઈ નથી

જર્જરીત આવાસોનું રીડ ડેવલોપમેન્ટ
શહેરમાં મોટી સંખ્યામાં ક્વોટર્સ મુકતે કોર્પોરેશન સ્ટાફ માટે ઉપલબ્ધ થાય તે માટે જે તે સમયે બાંધવામાં આવેલ હતા તે કોર્ટનો સમય જરૂરી રીપેરીંગ નહીં કરતા હાલ પૂર્વ ઝોનના 769 આવાસો નના 1504 આવા છો દક્ષિણ ઝોનના 3197 આવાસો ઉત્તર ઝોનના 12 48 આવશો શહેરના કુલ 26 જગ્યાઓ 6768 જર્જરીત હાલતમાં ભયજનક સ્થિતિમાં છે. જેમાં મોટાભાગના કોટર્સ 50 થી 60 વર્ષ જૂના છે. જેને કારણે કોઈ મોટી જાનહાની થવાની સંભાવના ન કરી શકાય નહીં, રજાજનોનું જાનનું જોખમ વધતું જાય છે. કોટર્સનું રી ડેવલોપમેન્ટ થાય તે માટે કાર્યવાહી હાથ ધરવાનું ઠરાવવામાં આવે છે

સફારી પાર્ક તથા ડ્રાઈવસીટી પાર્ક વિકસાવવા
વન્ય પશુ પક્ષીઓ જેવા ગિરના જંગલમાં કેવડિયા કોલોની જેવું ન પડે અને ઘર આંગણે મનોરંજન મળી રહે તે માટે જંગલ સફારી તથા જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઈવ સીટી પાર્ક બનાવવું જોઈએ તેના કારણે ટુરિસ્ટો વધુ આવતા લોકોને રોજગારી પણ મળી રહે અને મનોરંજન પણ મળી રહે તેવા ઉમદા હેતુ ગેસપુર ખાતે ૫૦૦ એકરની જમીનમાં જંગલ સફારી પાર્ક તથા બાયો ડાયલ સીટી પાર્ક બનાવવા માટે પ્રાથમિક તબક્કા અંદાજપત્રમાં રૂપિયા ૨૫ કરોડ ફાળવવાનું આવે છે.

ઝોન દીઠ બોક્સ ક્રિકેટ માટે પ્લેગ્રાઉન્ડ વિકાસ કરવો
બાળકોને રમતગમત માટે ખુલ્લા અને મોટા મેદાન મળતા નથી તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ ટીપી સ્કીમોમાં ઓપન સ્પેસ માટે રિઝર્વ કરાયેલા પ્લોટોના ટાંકી દે કબજો લેવા અને જોન દીઠ એક મોટો મેદાન ખુલ્લો કરાવીને બોક્સ ક્રિકેટ માટે જરૂરી ફેન્સીંગ કરવી

ગામ તળ મોડલ
અમદાવાદ શહેર મેન્ગા સીટી સાથે હેરિટેજ સિટી બનેલ છે. શહેરમાં આવેલ ગામ તળના જુદા સ્થળો આવેલા પુરા અથવા જુના સ્થાપત્ય વાવ, દરવાજા જૂની શૈલી મકાન, મંદિરો, મસ્જિદો કે અન્ય ધાર્મિક સ્થળો જેવી ઇમારતો આવેલી છે. સ્માર્ટ સિટી અમદાવાદના વિવિધ ગામ તોડવાની વિસ્તારોને વિકાસ કરવા જરૂરી છે, ગામતળ માટે હેરિટેજ વેલ્યુ જાળવવા માટે તેનું જતન તેમજ સુરક્ષા તથા જાળવણી કરવી તે માત્ર જરૂરી નહીં પણ આપણા સૌની ફરજ પણ છે જેથી જોહન દીઠ એક ગામ તળ મોડલ ગામ તરીકે વિકસાવવા માટે કુલ 20 કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

ઇમ્પેક્ટ ફી ફિર વિચારણા અમલીકરણ નિયમો
પાંચ લાખથી વધુ મકાનો પ્લાન મંજૂરી વગર બની ગયા છે મકાનોની બી.યુ પરમિશન આપી નથી. કેટલાક મકાનો ગેરકાયદેસર બનેલ છે. આવા મકાનમાં વર્ષોથી નાગરિકો વસવાટ કરે છે. આ બાબતે ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા બાંધકામ દૂર કરવા કાર્યવાહી ચાલુ છે. કોર્ટમાં કેસો મૂકવામાં આવે છે. આ બાબતોનું નિકાલ કરવા રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ના નિયમો બનાવીને કોર્પોરેશનને મોકલેલ છે. જેથી ગંભીરતાપૂર્વક વિચારી ઇમ્પેક્ટ વિના કેસોને તાકીદે નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવમાં છે

નશા કોરી મુખ અમદાવાદ માટે રિહેબ સેન્ટર બનાવવા
આજના યુવા વર્ગ તેમજ ઘણા લોકો દારૂ, ચરસ, ગાંજો એમડી, જેવી નશાકારક ચીજોનો વ્યસન ખૂબ વધ્યો છે તેથી યુવાનો ખોટા રવાડે ચડી તેઓ તેમના પરિવારનું જીવન દુષ્કર બનાવી રહ્યા છે. નશા કોરી મુક્ત અમદાવાદ માટે રિહેબ સેન્ટર બનાવવા માટે અંદાજપત્રમાં કુલ બે કરોડ ફાળવવાની જોગવાઈ છે.

વર્ષ 2024-25 ના રજૂ થયેલ અંદાજપત્ર

ખર્ચમાં વધારાની વિગતરુ. (કરોડમાં)
1જનરલ બજેટ295.00
2મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ 60.00
3શેઠ મા. જે. પુસ્તકાલય1.00
4શેઠ. વા. સા. હોસ્પિટલ 150.00
કુલ ખર્ચમાં વધારો કરોડ 506.00

આવકનો વધારાની વિગત

આવકનો વધારાની વિગતરુ. (કરોડમાં)
1.ઓક્ટ્રોહીની વૈકલ્પિક ગ્રાન્ટની આવકમાં વધારો506.00
કુલ ખર્ચમાં વધારો 506.00