રવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે અમારે કોઈ સંબંધ રહ્યો નથીઃ અનિરુદ્ધ સિંહ, પિતાના આક્ષેપ બાદ પુત્રએ તેને ખોટા ગણાવ્યા

pita-upar-bhadkya-ravidra-jadeja

રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરીને પોતાના પિતાના આપેલા ઈન્ટરવ્યુ દરમિયાનના આરોપોને વાહિયાત ગણાવ્યા

સ્ટાર ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે આરોપ લાગાવ્યો છે. પિતએ તેમના દિકરા અને વહુ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. જાડેજાના પિતાએ રિવાબા ઉપર લગાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમ પર લખીને ખુલાસો રજૂ કર્યો છે. કે ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો વાહિયાત છે. જાડેજાએ પોસ્ટમાં લખ્યું કે એવી ઘણી બધી બાબતો છે જે હું સોશિયલ મીડિયા પર લખવાનું પસંદ નહીં કરું.

પિતા અનિરુદ્ધનો વહુ ઉપર આક્ષેપો

ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ રીવાબા જાડેજા પર ઘણા આક્ષેપો લગાવ્યા છે. અનિરુદ્ધ સિંહે કહ્યું કે તેના દિકરા રવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે તેમના કોઈ સંબંધ નથી. તેઓ હવે દિકરા અને વહુથી અલગ રહે છે. જાડેજાના પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યોછે. આ અંગે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી છે.

રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ ફરી વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર પ્રતિક્રિયા આપતા ‘X’ પર પોસ્ટ શૅર કરી હતી રવીન્દ્ર જાડેજાએ.

રવીન્દ્ર જાડેજાએ. ‘X’ પર પોસ્ટ શૅર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ગુજરાતીમાં પોસ્ટ કરીને લખ્યું, “વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.”

દિકરા અને વહુ સાથે કોઈ સંબંધ નશી

પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે,  મારે રવિન્દ્ર કે તેની પત્ની રિવાબા સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી રહ્યા. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિન્દ્રના લગ્ન થયા બાદ પછી બે કે ત્રણ જ મહિનાની અંદર વિખવાદ ઊભો થઈ ગયો હતો.

અનિરુદ્ધ જાડેજા એકલા રહે છે

હું પોતે એરલો જામનગરમાં રહું છું, રવીન્દ્ર તે પંચવટી બંગલોઝમાં અલગ રહે છે. તે જામનગરમાં જ છે અને ત્યાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.