શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 1240 પોઈન્ટ અને નિફ્ટીમાં 385 પોઈન્ટનો વધારો થયો

sensex

BSEના સેન્સેકસમાં 1.76 ટકા અને NSEના નિફટીમાં 1.80 ટકા વધારો

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર 29 જાન્યુઆરીના રોજ શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સ 1240 પોઈન્ટના વધારા સાથે 71,941 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 385 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 21,737ના સ્તરે બંધ રહ્યો હતો. બજારની મૂડીમાં રૂ. 6 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

ત્રણ દિવસની લાંબી રજાઓ બાદ આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1,240 પોઈન્ટ અથવા 1.28 ટકાના વધારા સાથે 71,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફટી 385 પોઈન્ટ અથવા 1.28 ટકાના વધારા સાથે 21,737 પર બંધ થયો હતો.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 377.13 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 371.28 લાખ કરોડ હતું. મતલબ કે આજના વેપારમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.85 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજે માત્ર એફએમસીજી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ તમામ તેજી સાથે બંધ થયા હતા. આ સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર ઉછાળા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6.86 ટકાના ઉછાળા સાથે રૂ. 2896ની લાઇટ ટાઈમ હાઈ પર બંધ થયો,

આજે સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેર તેજી સાથે બંધ થયા હતા જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 38 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. ઓટો, પીએસયુ, ફિન સર્વિસ, ફાર્મા, મેટલ, એનર્જી, ઇન્ફ્રા, સર્વિસ સેક્ટર, ઓઇલ એન્ડ ગેસ સહિતના લગભગ બધા જ સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ, JSW સ્ટીલ, ITC, TCL, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ ટોપ લુઝર રહ્યા હતા.