ભારતીય નૌસેના મદદે પહોંચી, તૈનાત કર્યું INS વિશાખાપટ્ટનમ
યમનના હૂતિ વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી
અદનની ખાડી માં ફરી એકવાર વેપારી જહાજ પર હુમલો થયો, આ વખતે માર્લિન લુઆંડા નામના જહાજ પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. યમનના હુથી સંગઠને વેપારી જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હોવાના અહેવાલ મળી આવ્યા છે. ભારતીય નેવી મદદ માટે પહોંચી છે.
લાલ સાગરમાં હૂતિ વિદ્રોહિઓનો આતંક સતત વધી રહ્યો છે. એડનની ખાડીમાં હૂતિ વિદ્રોહિઓએ બ્રિટનના મર્ચન્ટ શિપ પર હુમલો કર્યો છે. મિસાઈલ એટેક બાદ શિપમાં આગ લાગી ગઈ. 26 જાન્યુઆરીની રાત્રે એમવી માર્લિન લૉન્ડા પર મિસાઈલ હુમલો કરાયો હતો. આ હુમલા બાદ જહાજે પહેલા ભારતીય નૌસેનાની મદદ માગી હતી, ત્યાર બાદ ભારતે મદદ માટે INS વિશાખાપટ્ટનમને રવાના કર્યું છે. આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટનાસ્થળે પહોંચી અને પોતાની કાર્યવાહી શરૂ કરી હતી. બ્રિટનના ઓઈલ શિપ પર 22 ભારતીય પણ સવાર છે.
અદન ખાડી સમગ્ર ઘટના અંગે નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરીની રાત્રે વેપારી જહાજ માર્લિન લુઆન્ડા તરફથી એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો. મિસાઇલ વિનાશક INS વિશાખાપટ્ટનમને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યું હતું, તેથી તેણે તરત જ જવાબ આપ્યો. હાલમાં MV પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી ક્રૂ હાજર છે.
ભારતીય નૌસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું- INS વિક્રમાદિત્યને મદદ માટે મોકલવામાં આવ્યું છે. NBCD ટીમના લોકો આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એમવી પર 22 ભારતીય અને બાંગ્લાદેશના એક ક્રૂ મેમ્બર પણ છે. નૌસેનાએ કહ્યું કે- અમે એમવી અને લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. હાલમાં, કોઈના ઘાયલ અથવા મૃત્યુ પામ્યાના સમાચાર નથી, પરંતુ વેપારી જહાજમાં આગ લાગી છે.
આ હુમલા બાદ યમનના હૂતિ વિદ્રોહીઓએ તેણી જવાબદારી લીધી હતી. ધ ગાર્જિયનના જણાવ્યા મુજબ બ્રિટિશ ઓઈલ ટેન્કર માર્લિન લૉન્ડાને હૂતિઓએ ટાર્ગેટ કર્યું હતું. યમનની પાસે જ આ શિપ પર મિસાઈલ છોડવામાં આવી હતી. જો કે હુમલામાં કોઈનો જીવ નથી ગયો. ચીનની એજન્સીએ જણાવ્યું હતું કે શિપની નજીક બે મિસાઈલ ફાટી હતી. આ યમનના હૂતીઓએ US-UK સમુદ્રી ગઠબંધનનો જવાબ આપ્યો છે.
યમનમાં લાંબા સમયથી શિયા અને સુન્નીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. શિયા મુસ્લિમોએ 1990ના દશકામાં એક વિદ્રોહી સંગઠન બનાવ્યું હતું. જેણે જ હૂતિ વિદ્રોહી સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. 2014માં હૂતિઓએ યમનની રાજધાની પર કબજો કર્યો હતો. તો ઈરાન હૂતિ વિદ્રોહીઓને સાથ આપે છે. ઈરાનના સાથને કારણે જ આ સંગઠન અમેરિકાનો વિરોધ કરે છે. એવામાં લાલ સાગરમાં તેણે બ્રિટન અને અમેરિકાના શિપને ટાર્ગેટ બનાવવાનું શરુ કર્યું છે. અમેરિકાએ પણ અનેક દેશોની સાથે મળીને સમુદ્રમાં હૂતિ વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરિકા અને બ્રિટન હુતી પોઝિશન્સ પર સતત હવાઈ હુમલા કરી રહ્યા છે. આ કાર્યવાહી એટલા માટે પણ કરવામાં આવી રહી છે કારણ કે, હુતી લાલ સમુદ્રમાં ઘણા વેપારી જહાજો પર સતત હુમલા કરી રહ્યા છે. હવે આ ક્રમમાં ફરી હુમલો થયો છે અને આ વખતે ભારતીય નૌસેનાએ તાત્કાલિક મદદ પૂરી પાડી છે.