કરૂણા અભિયાનઃ ઉત્તરાયણનાં તહેવારે અમદાવાદમાં 2000થી વધુ ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર

birds-injuries

રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા, જીવદયા અને બર્ડ રેસ્ક્યૂ કેન્દ્રોમાં અનેક ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ
અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં 62 કોલ મળ્યા, પતંગની દોરીથી 10 પક્ષીના મોત, 70થી વધુ ઘવાયા

ઉત્તરાયણ તહેવાર દરમિયાન પશુ-પક્ષીઓ તેમજ પ્રાણીઓને પતંગની દોરી વાગવાથી ગંભીર ઈજા થાય છે. આ વર્ષે પણ પતંગની દોરીએ શહેરમાં 450 પક્ષીઓનો જીવ લીધો હતો.

ઉત્તરાયણના તહેવારે રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા. અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં 62 કોલ મળ્યા હતા. જેમાં 13 જાન્યુઆરીએ 17 કોલ, 14 જાન્યુઆરીએ 20કોલ અને 15 જાન્યુઆરીએ 25 કોલ મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ ટકાવારી 24.05 ટકા વધારે હતી. શહેરમાં પતંગની દોરીથી 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.

ઉત્તરાયણના દિવસે સાંજના 6 વાગ્યા સુધી કરુણા હેલ્પલાઈન પર કુલ 1,459 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાંથી 1,097 ઘાયલ પ્રાણીઓ માટે અને 362 પક્ષીઓ માટે હતા.

ઉત્તરાયણનાં દિવસે કરૂણા એમ્બ્યુલન્સમાં કુલ 1,500 પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 15 જાન્યુઆરીએ આ સંખ્યા 1,459 હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે. ગયા વર્ષની ઉત્તરાયણની સરખામણીમાં પક્ષીઓની ઇજામાં 50% વધારો જોવા મળ્યો હતો.

આ સંખ્યાઓ રાજ્યના ‘કરૂણા અભિયાન’માંથી છે, જેનો ઉદ્દેશ્ય ઘાયલ પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને કાળજી લેવાનો છે. આ પહેલ હેઠળ, 1962 ટોલ-ફ્રી નંબર ડાયલ કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે કોલ કરતા પશુપાલન વિભાગ જવાબ આપે છે અને પ્રાણીઓ અને પક્ષીઓને ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવે છે. રાજ્યભરના ઘણા પશુચિકિત્સકો અને એનજીઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ ઉપરાંત એક હજાર પશુઓની સારવાર અન્ય એનજીઓ સાથે નોંધણી કરાવી હતી.

ટ્રસ્ટપાપાના ડૉ. સિદ્ધાર્થ ઠાકર કહે છે કે, અમે 14 જાન્યુઆરીએ શહેરમાંથી અને ઉત્તરાયણ પછીના ઓગસ્ટ મહિના સુધી પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુને રોકવા માટે ટનબંધ દોરા એકત્રિત કરીએ છીએ. સંસ્થા વર્ષ 2011થી આ કામ કરી રહી છે. તેઓ નાગરિકોને ગૂંચવાયેલો માંજા શોધવા અને ગૂંચવણ અટકાવવા જવાબદારીપૂર્વક તેનો નિકાલ કરવા વિનંતી કરે છે. તેઓ કહે છે કે ઝાડ, બારીઓ અને બાલ્કનીઓમાંથી દોરાને દૂર કરી શકો છો જેથી પક્ષીઓને તેમાં ફસાઈ ન જાય. જો તમને કોઈ ઘાયલ પક્ષી અથવા પ્રાણી દેખાય તો તેમનો બચાવ કરો અને 1962 નંબર પર અથવા કોઈપણ સ્થાનિક એનજીઓને કૉલ કરો.

આ ઉપરાંત શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ઉત્તરાયણમાં તહેવારમાં શોર્ટ સર્કિટ અને અન્યો કારણોસર 12 જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ વર્ષે તુક્કલોને કારણે આગ લાગવાનો એક પણ બનાવ બન્યો નથી.