લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું
રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યાં છે. કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા ધારણ કર્યો છે. અર્જુન ખાટરિયા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય નેતા હતા. ખાટરિયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. બે દિવસ પહેલા કોંગ્રેસે તેમને હટાવ્યા હતા. જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસે પક્ષના નેતાના પદ પરથી દૂર કર્યો
શનિવારના દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાના પદથી દૂર કરવામાં આવ્યા હતા, અર્જુન ખાટરીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા મારુ રાજીનામું માંગવામાં નથી આવ્યું. કોંગ્રેસ પક્ષ દ્વારા લેટરના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તમને દૂર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીને નુકસાન પહોંચાડવાના મારા દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી.
અર્જુન ખાટરીયાની પત્ની જિલ્લા પંચાયતના અનેક મહત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. નેતા વિપક્ષ, કારોબારી સમિતિના ચેરમેન તેમજ પ્રમુખ સહિતના હોદાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ ઉપર ગીતાબા જાડેજાની સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અર્જુન ખાટરીયાએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ગીતાબા જાડેજા 15,397 મતથી જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરીયાનો પરાજય થયો હતો.
લોકસભા પહેલા કોંગ્રેસના નેતા કાર્યકરો ભાજપમાં
લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાથી 0 કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જોડાયા હતા.
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે
વડોદરા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે છે. રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ શકે છે.