કોંગ્રેસે કરેલી કન્વીનર પદની ઓફર નીતિશે ફગાવી, શું I.N.D.I.A. ગંઠબંધનના પ્રમુખ તરીકે ખડગેની નિમણૂંક

Opposition-India-Alliance-Meeting

ઈન્ડિયા એલાયન્સના સભ્યોની નવી જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે, પરંતુ નીતિશ કુમારે તેમને આપવામાં આવેલા પદને ફગાવી દીધો છે. જાણો કેમ આવું થયું?

ભાજપના સાંસદ દિલીપ ઘોષે વિપક્ષી ગઠબંધનની બેઠક પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, ‘વિપક્ષી ગઠબંધન કોઈ કામ કરતું નથી અને માત્ર બેઠકો કરે છે.’

આજે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ની એક મહત્વની બેઠકમાં જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને સર્વાનુમતે ઈન્ડિયા ગંઠબંધનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બિહારના સીએમ નીતિશ કુમારને પણ મહત્વની ભૂમિકા મળી છે.

બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઈટેડ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારને કન્વીનર પદ મળ્યું, પરંતુ તેમણે આ પદને નકારી કાઢ્યું છે. નીતિશ કુમારે સૂચન કર્યું કે કોંગ્રેસમાંથી કોઈએ આ પદની જવાબદારી લેવી જોઈએ.

આ બેઠક ગઠબંધનને મજબૂત કરવા, બેઠકોની વહેંચણી માટે રણનીતિ બનાવવા અને ગઠબંધન માટે સંયોજકની નિમણૂક કરવા પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં 10 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં નીતિશ કુમાર, એમકે સ્ટાલિન, શરદ પવાર, ડી રાજા, મલ્લિકાર્જુન ખડગે, ઓમર અબ્દુલ્લા, રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, લાલુ યાદવ-તેજશ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ, ડી રાજા, શરદ પવાર હાજર છે. જો કે, બેઠક પહેલા જ વિપક્ષને આંચકો લાગ્યો હતો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. ઉપરાંત, શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે પણ વિપક્ષી ગઠબંધનની આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. ભાજપના સાંસદ દિલીપ ઘોષે વિપક્ષી ગઠબંધનની બેઠક પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘વિપક્ષી ગઠબંધન કોઈ કામ કરતું નથી અને માત્ર બેઠકો કરે છે. કંઈ થશે નહીં અને ટૂંક સમયમાં આ જોડાણ તૂટી જશે.