PM મોદીનું અપમાન મોંઘુ પડશે, માલદીવના મુઈજ્જુની સરકાર પડી શકે છે

Maldives-president

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આનો ફાયદો ઉઠાવીને વિપક્ષ હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને સત્તા પરથી હટાવવામાં વ્યસ્ત.

ભારતની તાકાતની અવગણના કરવી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ માટે મોંઘી સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આનો ફાયદો ઉઠાવીને વિપક્ષ હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને સત્તા પરથી હટાવવામાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારા માલદીવના ત્રણ નેતાઓને પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ ભૂકંપ અટકવાનો નથી. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હવે માલદીવના રાષ્ટ્રપતિને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

માલદીવમાં સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ તેમને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ જેવા પગલાં લેવાની હાકલ કરી છે.

માલદીવના અનેક મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કર્યા બાદ ઉભો થયેલો વિવાદ અટકી રહ્યો નથી. વિપક્ષે મોહમ્મદ મુઈજ્જુના ભારત વિરોધી વલણની આકરી નિંદા કરી છે. માલદીવના વિપક્ષી નેતાઓ તેમની સરકારની સતત ટીકા કરી રહ્યા છે અને હવે રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે. તેમણે માલદીવના નેતાઓને મુઈઝુને ખુરશી પરથી હટાવવામાં મદદ કરવા વિનંતી કરી છે. અલી અઝીમે કહ્યું છે કે અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પડોશી દેશને અમારી વિદેશ નીતિથી અલગ નહીં થવા દઈએ. તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિમુઈજ્જુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે.