ભારત જોડો બાદ હવે કોંગ્રેસની ‘ભારત ન્યાય યાત્રા’ મણિપુર ટુ મુંબઈ 6200 કિમી યાત્રા 14 રાજ્યમાં નિકળશે

Manipur-To-Mumbai-January-14-Bharat-Nyay-Yatra-Congress

કોંગ્રેસની ‘ભારત ન્યાય યાત્રા’ 20 માર્ચ સુધી ચાલશે. રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈની મુલાકાત દરમિયાન જનસંપર્ક કરીને 85 જિલ્લામાંથી પસાર થશે

ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધીની ‘ભારત ન્યાય યાત્રા’ કાઢવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની ‘ભારત ન્યાય યાત્રા’ 14મી જાન્યુઆરીથી શરૂ કરશે. આ યાત્રાની શરુઆત સાંસદ રાહુલ ગાંધી મણિપુરથી કરવામાં આવશે અને તે યાત્રાનો સફર મુંબઈ સુધી રહશે. અહેવાલો અનુસાર, પાર્ટી હાઈકમાન્ડ સિવાય, કોંગ્રેસના આ આયોજનમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેશે.

આવનારા સમયમાં 2024ની લોકસભા ચૂટણીને જોતા તે પહેલા કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે બીજી ‘ભારત ન્યાય યાત્રા’ નિકાળવાનો, કોંગ્રેસના કાર્યક્રમ સાથે જોડાયેલા અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની તર્જ પર નવી જનસંપર્ક કવાયત કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટી પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી 14 જાન્યુઆરીએ શરૂ થાનારારી આ પદયાત્રા 20 માર્ચે સમાપ્ત થશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

‘ભારત ન્યાય યાત્રા’ આ રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેશે

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ભારત ન્યાય યાત્રા 6,200 કિલોમીટરનું અંતર કાપશે. મણિપુરથી શરૂઆત કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોની પણ મુલાકાત લેશે. અને છેલ્લે ભારત ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે. આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં અગાઉ પણ ભારત જોડો યાત્રા નીરળી હતી, જે લગભગ 5 મહિના સુધી ચાલી હતી. વિવિધ રાજ્યોના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો.

ઉત્તર-પૂર્વથી શરૂઆત કરવાનો હેતુ

કોંગ્રેસને મણિપુર હિંનસાના કારણે રાજકિય લાભ મળી શકે છે આ વર્ષે મે મહિનામાં મણિપુર હિંસક ઘટનાઓ અને જાતિગત સંઘર્ષને કારણે સતત ચર્ચામાં રહ્યું હતું. સંવેદનશીલ સ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે પોતે મણિપુરની મુલાકાત લેવી પડી હતી. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચેના સંઘર્ષ અને હિંસા દરમિયાન, ‘મહિલાઓની નગ્ન પરેડ’ જેવી શરમજનક ઘટનાઓ પણ નોંધાઈ હતી. આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો હતો.