ભારતના ડિફેન્સ સેક્ટરે રેકોર્ડ બ્રેક કર્યો, કારણ કે આ વર્ષે ગયા વર્ષની તુલનામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુ સંરક્ષણ નિકાસ થઈ છે
નિકાસના આંકડા દર્શાવે છે કે ભારતીય ડિઝાઇન, ટેક્નોલોજી અને વિકાસ કેટલો ઉત્તમ
ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ભારતના ડિફેન્સ સેક્ટરે આ વર્ષે રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી વધુની રક્ષા નિકાસ થઈ છે. જેમાં મોટા હથિયારથી લઈને નાના ઉપકરણો સામેલ છે. સાથે જ રક્ષા ઉત્પાદનનો રેકોર્ડ પણ તુટ્યો છે. દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનો થયા છે. આ વર્ષે આખી દુનિયામાં LCA-તેજસ, લાઇટ વેઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર અને અન્ય ઉત્પાદનોની ભારે ડિમાન્ડ રહી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સની પાંચમી પોઝિટિવ ઈંડીનાઈજેશન લિસ્ટમાં 98 એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે એક્સપોર્ટ થઈ રહી છે… જેમાં HCS, સેંસર, વેપન એન્ડ એમ્યૂનિશન પણ સામેલ છે.. જે તમામ ઉપકરણો પુરી રીતે દેશમાં બની રહી છે.
જે વસ્તુઓની નિકાસ થઈ રહી છે તેમાં ડોર્નિયર-228 એરક્રાફ્ટ, 155 mm ATAGS, બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ, રડાર, સિમ્યુલેટર, બારૂદી સુરંગોથી બચાવનાર ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ, પિનાકા રોકેટ અને લોન્ચર્સ, હથિયારો, થર્મલ ઈમેજર્સ, બોડી આર્મર, એવિઓનિક્સ અને અન્ય ઘણા નાના શસ્ત્રો અને સાધનો વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભારત હાલમાં 85 થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતે આખી દુનિયાને બતાવ્યું છે કે તેની ડિઝાઇન, ટેક્નોલોજી અને વિકાસ કેટલો ઉત્તમ છે. હાલમાં દેશની 100 થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. આમાં હથિયારોથી લઈને એરક્રાફ્ટ, મિસાઈલથી લઈને રોકેટ લોન્ચર સુધીનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાને આધુનિક બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મિશન હેઠળ ભારતમાં મોટાભાગની વસ્તુઓ, શસ્ત્રો અને સાધનોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે… જેના કારણે ભારતની સરહદોની સુરક્ષામાં વધારો થયો છે.સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરવામાં આવી છે. જે પાછલા વર્ષની તુલનામાં 3 હજાર કરોડ વધુ છે.. જ્યારે વર્ષ 2016-17ની સરખામણીમાં 10 ગણું વધારે છે.
પહેલા PILની યાદીમાં 411 મિલિટ્રી ઉત્પાદનો હતો.. પણ તે હવે વધીને 4666 થઈ ગયા છે. ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી ખોલવામાં આવી હતી. જ્યાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં તેજસ ટ્વીન સીટર ફાઈટર જેટ ઉડાડ્યું હતું. દેશના વડાપ્રધાને ફાઈટર જેટમાં ઉડાન ભરી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.