રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણ પલટાયું કમોસમી વરસાદ પડી શકે

Ambalal-Patels-Forecast-For-Rain

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયા. ઘંઉ, ટામેટા, તંબાકું, રાયડો, એરંડા સહીતના પાકોમાં નુકશાન થાય આવે ભીતિ છે. 

ફરીવાર એકવખત રાજ્યનું વાતાવરણ પલટાયું કમોસમી વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના કલ્યાણપુર મંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા દેશના ઉત્તરીય પર્વતોમાં કમોસમી વરસાદ થવાની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા વાદળો ખૂબ જ ઉંચાઈ પર છે, જેના કારણે વરસાદ આપવા સક્ષમ નથી, મોસમી વરસાદની શક્યતા ઓછી છે.

આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરતા લોકો અને ખેડૂતો ચિંતિત થયા છે. રાજ્યમાં 22 અને 23 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડીને નાતાલ સુધીમાં માવઠા સુધી પહોંચવાની શક્યતા છે. તો ઠંડીને લઈને અંબાલાલની મોટી આગાહી એ છે. આવતીકાલે 23મી ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફારો થશે. કરા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

25 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા પડવાના લીધે, અભ્યાસ આધારે, ઉત્તર એટલાન્ટિકમાં નીચા દબાણની રચના થવી જોઈતી હતી, જેના બદલે ઉચ્ચ દબાણની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરી હતી કે આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે ત્યાં દિવસનું તાપમાન નીચું રહેશે અને ઠંડીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પવન અરબી સમુદ્રમાંથી ભેજ લાવે હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે કચ્છ અને જામનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે, નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી