‘ઈટાલીમાં શરિયા કાયદો લાગુ કરવામાં આવશે નહીં’: ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની

meloni

યુરોપમાં ઈસ્લામ માટે કોઈ જગ્યા નથી: ઈટાલીના PM જૉર્જિયા મેલોની
મેલોનીએ કહ્યું, યુરોપીયન સભ્યતા અને ઈસ્લામિક સંસ્કૃતિની ઘણી બાબતો જુદી જુદી

ઇટાલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામ અને શરિયા કાયદાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યુરોપમાં ઈસ્લામિક સંસ્કૃતિ માટે કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું કે, યુરોપમાં ઈસ્લામીકરણ કરવાનો ભરપુર પ્રયાસ કરાયો, પરંતુ યુરોપિયન સંસ્કૃતિ સાથે ઈસ્લામની સંસ્કૃતિના મૂલ્યે મેળ ખાતા નથી. યુરોપીયન સભ્યતા અને ઈસ્લામિક સંસ્કૃતિની ઘણી બાબતો જુદી જુદી છે. બંનેમાં મૂલ્યો અને અધિકાર મામલે ઘણું અંતર છે. આવી સ્થિતિમાં યુરોપમાં ઈસ્લામિક સંસ્કૃતિની કોઈ જગ્યા નથી. મેલોનીએ પોતાની પાર્ટીના એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ટેસ્લાના માલિક એલોન મસ્ક પણ હાજર હતા.

ઈટાલીના PMએ સાઉદી અરેબિયા પર સાધ્યું નિશાન
ઈસ્લામિક સંસ્કૃતિ પર ટિપ્પણી કરવા મામલે વિવાદોમાં ઘેરાયેલા ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ કહ્યું કે, ‘ઈટાલીમાં બનેલા ઈસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી અરેબિયાથી ફંડિગ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, સાઉદીમાં શરિયા કાયદો લાગુ છે, જેના હેઠળ વ્યભિચાર પર મારપીટ, ધર્મ છોડવા પર મોતની સજા, સમલૈંગિકતા માટે મોત આપવી લાગુ હોય છે, જે અહીં ચાલશે નહીં. યુરોપમાં આપણી સભ્યતા વિરુદ્ધ ઈસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ ઇટાલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ ઉગ્રવાદીઓને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, ‘તે ઈટાલીમાં શરિયા કાયદો લાગુ થવા દેશે નહીં.’ તેમણે વધુમાં કહ્યું કે, ઈસ્લામિક સાંસ્કૃતિકથી અલગ મૂલ્ય હોય છે જે અમારી સાથે મેચ થતા નથી. મેલોનીનું આ નિવેદન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના નિવેદન બાદ આવ્યું છે. સુનકે કહ્યું હતું કે, યુરોપનું સંતુલન બગાડવાના પ્રયાસો કરી રહેલા કેટલાક દેશ જાણીજોઈને શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે.

આ અગાઉ સુનકે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ શરણાર્થી સંબંધિત નિતિઓ અને પ્રણાલીઓમાં વૈશ્વિક સુધારાની તરફેણમાં છે. તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, શરણાર્થીઓની વધતી સંખ્યા યૂરોપના ઘણા દેશોને પ્રભાવિત કરી શકે છે. અને જો શરણાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ નહીં લવાય તો તેમની સંખ્યા વધતી જશે, જેના કારણે આપણી ક્ષમતા પર અસર પડશે. અમે જરૂરીયાતમંદ લોકો અને દેશોની મદદ કરી શકીશું નહીં. તેમણે કહ્યું હતું કે, યુરોપીયન દેશોએ પોતાના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.