મથુરા સ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વચ્ચે 13.37 એકર જમીનનો વિવાદ
કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી, હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું
અલાહાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસર વિવાદમાં હિન્દુ પક્ષને મોટી રાહત આપી છે. મંજૂરી આપી છે. હિન્દુ પક્ષ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહના વિવાદિત પરિસરના સર્વેની માંગ કરી હતી જેનાં પર અલાહાબાદ હાઈકોર્ટે આજે સંકુલના સર્વેની મંજુરી આપી છે. છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ગુરુવારે 18 અરજીઓની સુનાવણી બાદ હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.
ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલ માગણી કોર્ટે સ્વીકારી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જાહેર કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે, આ બધું 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે.
જ્ઞાનવાપી બાદ હિન્દુ પક્ષે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદમાં પણ સર્વે કરાવવા માટે અરજી દાખલ કરી હતી. હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, ‘અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.
આ અંગે લાંબા સમયથી ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી સુનાવણી ચાલી રહી હતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ મયંક કુમાર જૈને 6 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ અરજી ઓર્ડર 26 નિયમ 9 હેઠળ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ શાહી ઇદગાહ મસ્જિદની દલીલોને ફગાવી દીધી છે.
કોણે દાખલ કરી અરજી?
આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન’ અને અન્ય 7 લોકોએ એડવોકેટ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, ‘અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું ?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં હિંદુ દેવતાઓમાંના એક ‘શેષનાગ’ની છબી પણ છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે. સાથે જ અરજદારોએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે શાહી ઈદગાહ મસ્જિદના ASI સર્વેની સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું નિર્દેશન કરવાની પણ માગણી કરી હતી.
અયોધ્યા અમારી હવે મથુરાનો વારો – ટ્રસ્ટ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્રસ્ટના મુખ્ય પક્ષકાર ભૃગુવંશી આશુતોષ પાંડેએ કહ્યું કે આ કરોડો હિન્દુઓની આસ્થાનો મામલો છે. ભગવાન ફક્ત આપણા છે. અયોધ્યા અમારી બની ગઈ છે અને હવે મથુરાનો વારો છે. આ મામલે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે કહ્યું કે તે અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2023ના રોજ કહ્યું હતું કે તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ ત્યા તમારી સુનાવણી થશે.