લોકસભા સચિવાલયે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર
લોકસભા સચિવાલયે સંસદની સુરક્ષા સંબંધ ખામીમાં સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોની મળતી દ્ધારા ગુરુવારે જાણકારી આપી હતી. સસ્પેન્ડ કરાયેલા સુરક્ષા કર્મચારીની ઓળખ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર તરીકે કરવામાં આવી છે.
બુધવારે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની 22મી વર્ષગાંઠના દિવસે, એક મોટો સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે લોકસભાની કાર્યવાહી દરમિયાન મુલાકાતીઓની ગેલેરીમાંથી બે અજાણ્યા વ્યક્તિ સંસદ ગૃહની અંદર ખૂર્સઓ કૂદી પડ્યા અને ‘સ્મોક ટીન’ દ્વારા પીળા રંગથી ફાયરિંગ કર્યું. ધુમાડો ફેલાવ્યો હતો. તે દરમિયાન સંસદ ગૃહમાં નાશમ ભાગ થતા થોડા સમય માટે ગૃહને મૂલતાવી રાખ્યો હતો.
ઘટના બાદ તરત જ બંને અજાણ્યા વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાના થોડા સમય પછી, પીળો અને લાલ ધુમાડો બહાર કાઢતા ‘ટીન’ સાથે સંસદ ભવન બહાર વિરોધ કરવા બદલ એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સંસદ ગૃહમાં કૂદી પડનાર બે વ્યક્તિઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. સંસદ ભવન બહારથી ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ અને લાતુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી અમોલ શિંદે તરીકે થઈ છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે IPCની કલમ 452 (અતિક્રમણ) અને 120-B (ગુનાહિત કાવતરું) ઉપરાંત UAPAની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદની સુરક્ષાનો ભંગ કરનાર છ લોકો દેશના અલગ-અલગ શહેરોના છે અને મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વાત કરીને આ ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું, જેના માટે તેઓ હરિયાણાના ગુરુગ્રામમાં એક ફ્લેટમાં એકઠા થયા હતા.
આ ઘટના લોકસભા ચેમ્બરમાં લગભગ 1:01 વાગ્યે બની જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય ખગેન મુર્મુ ઝીરો અવર દરમિયાન મુદ્દો ઉઠાવી રહ્યા હતા. ગૃહમાં હાજર કેટલાય સાંસદોના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ સીટ સુધી પહોંચવાના પ્રયાસમાં બેન્ચ પાર કરવા લાગ્યો, જ્યારે અન્ય વ્યક્તિ ચેમ્બરમાં કૂદતા પહેલા પ્રેક્ષક ગેલેરીની રેલિંગથી લટકતો જોવા મળ્યો.
હનુમાન બેનીવાલ, મલૂક નાગર અને ગુરજીત સિંહ ઓજલા સહિતના અન્ય સાંસદોએ બંને યુવકોને પકડીને માર માર્યો હતો. આ ઘટના સમયે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, રાહુલ ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓ સહિત 100 થી વધુ સાંસદો હાજર હતા.