CBSEએ ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ, 15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે

CBSE-BOARD-EXAM

ધોરણ-12ની પરીક્ષાઓ બીજી એપ્રિલ સુધી જ્યારે ધોરણ-10ની પરીક્ષાઓ ત્રણ માર્ચે પૂર્ણ થશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધુ છે. ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ-10ની પરીક્ષાઓ 3 માર્ચે તથા ધોરણ-12ની પરીક્ષાઓ બીજી એપ્રિલે પૂર્ણ થશે. પરીક્ષાની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જઈને ડેટશીટ ડાઉનલોડ કરી શકાય છે.

ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લીક કરો.

https://www.cbse.gov.in/cbsenew/documents/Class_X_datesheet_2024.pdf

ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લીક કરો.
https://www.cbse.gov.in/cbsenew/documents/Class_XII_datesheet_2024.pdf

સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા વર્ષ 2024ની ડેટશીટ આજે જાહેર કરવામાં આવી છે. અગાઉ CBSEએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સીબીએસઈ એક્ઝામ કન્ટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. કોઈ ઓવરઓલ ડિવિઝન, ડિંસ્ટિંક્શન કે માર્ક્સને એગ્રીગેટ એટલે કે તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય. આ ઉપરાંત જો કોઈ સ્ટુડન્ટ્સે પાંચ જ વિષય રજૂ કર્યા છે તો એડમિશન માટે ઈન્સ્ટિટ્યૂટ કે એમ્પ્લોયર ફક્ત બેસ્ટ 5 વિષયોના જ માર્ક્સને જ આધાર માનશે.