રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ચૂંટણી જીતી ગયેલા ભાજપના 10 સાંસદોના રાજીનામાં

Parliament-Rajasthan-Madhya-prades

ધારાસભ્ય બનેલા 10 સંસદોએ સાંસદપદેથી આપ્યા રાજીનામાં જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરથી લઈને પ્રહલાદ પટેલનો પણ સમાવેશ થાય

પાંચ રાજ્યોની વિધાનસભની ચૂટણીના પરીણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યમાં જીત મેળવી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ હતી. હવે એક ચર્ચાનો વિષય બન્યો છે કે અહીં મુખ્યમંત્રી કોણ બનશે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીને લઈને કદાચ સસ્પેંસ બનાવી રાખ્યુ હોય પરંતુ આ રાજ્યોમાં ચૂંટણી લડીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ચૂંટણી જીતનાર ભાજપના 10 સાંસદોએ તેમના સંસદીય સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જે મોટા નામોએ પોતાનું સંસદ સભ્યપદ છોડી દીધું છે તેમાં નરેન્દ્ર તોમરથી લઈને રાજ્યવર્ધન રાઠોડ સુધીના નામ સામેલ છે.

જે સાંસદોએ સાંસદ પદ છોડી દીધું છે તેમાં મધ્યપ્રદેશના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ અને રીતિ પાઠકનો સમાવેશ થાય છે. આ સિવાય છત્તીસગઢના અરુણ સાઓ અને ગોમતી સાઈનો સમાવેશ થાય છે. તે જ સમયે, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી અને કિરોરી લાલ મીણાએ રાજસ્થાનથી સાંસદ પદ છોડી દીધું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પોતે આ સાંસદોના જૂથ સાથે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને મળવા આવ્યા હતા. ચૂંટણીમાં જીતેલા બાબા બાલકનાથ અને રેણુકા સિંહના રાજીનામા હજુ બાકી છે.

દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના સમીકરણોને સંતુલિત કરીને મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એમપીમાં બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી જીતનાર ભાજપના 10 સાંસદોએ રાજીનામું આપી દીધું છે.

10 સંસદ રાજીનામાં આપનારના નામ

નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગોમતી સાઈ, રીતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ, રાકેશ સિંહ, કિરોરી લાલ મીના, અરુણ સો, દિયા કુમારી