૨૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા જ્યારે ૬૫ ને ઈજા થયાનાઅહેવાલ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈનિકોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (ટીટીપી)થી અલગ થયેલા જૂથ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ અને 13 સુરક્ષા કર્મચારીઓ સહિત 21 ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
બન્નુમાં પાકિસ્તાન આર્મીની ઇન્ફંટ્રી બ્રિગેડના મોટા કાફલાને નિશાન બનાવીને શક્તિશાળી આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કર્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યુ કે રવિવારે બન્નૂ છાવણીમાં આઝાદ મંડીની પાસે ઉત્તરી વજીરિસ્તાન જિલ્લાથી બન્નૂ જઈ રહેલા સુરક્ષા દળોના કાફલાને વિસ્ફોટકોથી ભરેલા એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ હુમલામાં થયેલ બ્લાસ્ટમાં એક પદયાત્રીનું મોત નીપજ્યુ છે. ૨૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા જ્યારે ૬૫ ને ઈજા થયાના પ્રાથમિક અહેવાલ મળે છે. ઈજાગ્રસ્તોને બન્નૂના સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પોલીસ અનુસાર 3 સુરક્ષાકર્મચારીઓની હાલત ગંભીર છે. ઉત્તર વઝીરિસ્તાનમાં યુએસ ડ્રોન હુમલામાં તાલિબાન વડા હકીમુલ્લાહ મહેસૂદની હત્યા બાદ પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાને સૌથી ઘાતક આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સુરક્ષા દળોએ રવિવારે પ્રાંતમાં એક ખાનગી આધારિત ઓપરેશન દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.