ASI દ્વારા જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. ASIની સ્ટેન્ડિંગ કાઉન્સિલે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય માંગ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી છે, જેમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ સંબંધિત તેનો રિપોર્ટ દાખલ કરવા માટે 15 દિવસનો સમય માંગ્યો છે. આ પહેલા કોર્ટે તેનો સર્વે રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં રજૂ કરવા કહ્યું હતું.
વારાણસી જિલ્લા ન્યાયાધીશ સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં, ASIએ કહ્યું છે કે તેણે સર્વેક્ષણના દરેક પાસાઓને આવરી લેતો વિગતવાર સર્વે રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેનો રિપોર્ટ પૂર્ણતાના આરે છે, અને GPR દ્વારા હાથ ધરવામાં આવેલા રિપોર્ટની તૈયારી પ્રક્રિયા હેઠળ છે.
જેને જોતા ASIએ રિપોર્ટ આપવા માટે 15 દિવસનો સમય માંગ્યો છે.
નોંધનીય છે કે એએસઆઈ હાલમાં વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરી રહ્યું છે કે શું મસ્જિદ હિન્દુ મંદિરના માળખા પર બનાવવામાં આવી હતી કે કેમ. એએસઆઈએ લગભગ 30 દિવસ સુધી કોમ્પ્લેક્સનો સર્વે કર્યો છે.