આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા, હાર્ટ એટેકના વધતા કેસમાં કોવિડ રસી મૂળ કારણ નથી

લોકોએ આશંકા વ્યક્ત કરી હતી, કોરોના દરમિયાન આપવામાં આવેલી રસી હાર્ટ એટેકનું કારણ, તે બાબતે ICMR દ્ધારા પણ ખુલાશો થયો હતો.

દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થયો છે

છેલ્લા થોડા સમયથી દેશભર સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થયો છે. જોકે આ વધારો એટલા માટે પણ ચિંતાજનક છે કે લોકો નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે. જે કે નવરાત્રી દરમિયાન અને તેના પહેલા પણ ધણા બનાવ બની ગયા છે. કે ગરબા રમતાં અચાનક પડી ગયા અને સારવાર દરમિયાન ખબર પડી તો તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મૃત્યુ થયો. ઘણાં લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. ચિંતાજનક એ છે કે હાર્ટ એટેક વધતા આ બાબતે નિષ્ણાતોથી લઈને ડોક્ટર્સે અત્યાર સુધી લાઈફ સ્ટાઈલને લઈને પોત પોતાના અનેક મત રજૂ કર્યા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ બાબતે વિસ્તારથી સ્પષ્ટતાકરી હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સ્પષ્ટતા કરતા કહ્યું

ગુજરાતમાં વધતા હાર્ટ એટેકના કેસમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સ્પષ્ટતા કરે છે કે કોરોના મહામારીમાં આપવામાં આવેલી કોવિડ રસી તે હાર્ટ એટેકનું મૂળ કારણ નથી લોકો આવા અભિગમ ઉભા કરી રહ્યા છે કે કોવિડ રસીકરણના કારણે આવું થઈ રહ્યું છે. સાથે જ ICMRએ આ અંગે એક સંશોધન કર્યું હતું જેમાં રસીથી હાર્ટ એટેક આવતો હોવાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જોકે બહાર વિદેશોમા લગભગ 79 દેશોમાં ભારતની રસી આપવામાં આવી છે. કોઈ દેશથી આવા સમાચાર નથી મળ્યા, અવેરનેસના કારણે હાર્ટ એટેકના કિસ્સા વધુ ખુલાશો થાયો છે.

વધુ સ્પષ્ટતાં કરતાં કરતા કહે છે કે આપણુ ખાવનુમ જંકફૂડ, બેઠાણુ જીવન વધતા પેસ્ટીસાઈડનો વધતો ઉપયોગ કેટલાક વર્ષથી અને લાઈફસ્ટાઈલ આવેલા મોટા ફેરફાર કોલોસ્ટ્રોલ પણ જવાબદાર છે. હૃદયના વાલ અને ધમની સમસ્યા હોય. વધુ પડતી કસરત કરી લેવામાં આવે કે પછી માનસિક ભારણ વધી જાય ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં સરકારી તબીબી આરોગ્ય સેવાઓમાં વધુ સારી વ્યવસ્થા તૈયાર કરવામાં આવે તેના વધુ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારના લોકો માટે 9500 કરતાં વધારે હેલ્થ સેન્ટર-વેલનેસ સેન્ટર, PHC, CHC, તાલુકા-જિલ્લા હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 49 મેડિકલ કોલેજ બનશે. જેનાથી રાજ્યમાં MBBSથી લઈને MS MD અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સ આવનાર સમયમાં પૂરી સંખ્યામાં મળી રહે.