સોમનાથે તેમના જીવન પર આધારિત પુસ્તક ‘નિલાવુ કુડિચા સિંહંગલ’માં જણાવ્યું “ચંદ્રયાન-2 નિષ્ફળ જવાનું કારણ “
કે. સિવને તેમના ઇસરો ચીફ બનવામાં અડચણો ઊભી કરી હતી, સિવન નહોતા ઇચ્છતા કે તેઓ ઇસરો ચીફ બનેઃ સોમનાથ
આજે ઈસરો અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈસરો પ્રમુખ એસ.સોમનાથે પૂર્વ ઈસરો ચીફ કે. સિવન પર તેમના પ્રમોશનમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાડ્યો છે. આ આરોપ તેમણે પોતાની ઑટોબાયોગ્રાફી નિલાવુ કુડિચા સિમ્હંલમાં નોંધ્યો છે. દક્ષિણ ભારતના મીડિયામાં આ અહેવાલો પ્રકાશિત થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇસરો પ્રમુખ ડૉ. એસ. સોમનાથે પૂર્વ ઇસરો ચીફ કે. સિવન પર આરોપ લગાવ્યો છે. સોમનાથનું કહેવું છે કે સિવને તેમના ઇસરો ચીફ બનવામાં અડચણો ઊભી કરી હટી. સિવન નહોતા ઇચ્છતા કે તેઓ ઇસરો ચીફ બને.
દક્ષિણ ભારતના મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઇસરો પ્રમુખ ડૉ. એસ. સોમનાથે પૂર્વ ઇસરો ચીફ કે. સિવન પર આરોપ લગાવ્યો છે. સોમનાથનું કહેવું છે કે સિવને તેમના ઇસરો ચીફ બનવામાં અડચણો ઊભી કરી હટી. સિવન નહોતા ઇચ્છતા કે તેઓ ઇસરો ચીફ બને. આ આરોપ સોમનાથે તેમના જીવન પર આધારિત પુસ્તક ‘નિલાવુ કુડિચા સિંહંગલ’માં લગાવ્યો છે. સોમનાથે કહ્યું હતું કે કોઈ પણ એક ઊંચા પદ માટે અનેક લોકો યોગ્ય હોય છે. હું બસ આ મુદ્દાને ઊઠાવી રહ્યો હતો. મેં કોઈ એક વ્યક્તિ સામે નિશાન તાક્યું નથી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ કોઈ સંસ્થાનમાં સૌથી ઊંચા પદે રહેતી વખતે અનેક પડકારો ઝિલવા પડે છે. મારી સામે પણ આવા પડકારો આવ્યા હતા. મેં મારા જીવનમાં આવેલા અનેક પડકારો વિશે ઉલ્લેખ કર્યો છે. કોઈના પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. તે કોઈ એક વ્યક્તિ સામે નથી.
સોમનાથે એ પણ જણાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળ કરવાના કારણે નિષ્ફળ ગયું. કારણ કે તેના પર જેટલા ટેસ્ટ કરવાની જરૂર હતી તે કરવામાં આવ્યા નહોતા. એ ભૂલો છુપાવવામાં આવી હતી.
સોમનાથે કહ્યું કે તેમના પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનું સાચું કારણ જણાવ્યું છે. પુસ્તકમાં સોમનાથે લખ્યું છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતાની જાહેરાત કરતી વખતે જે ભૂલો થઈ હતી તે છુપાવવામાં આવી હતી. સોમનાથ માને છે કે જે કંઈ થઈ રહ્યું છે તે જ રીતે કહેવું જોઈએ. સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ. આનાથી સંસ્થામાં પારદર્શિતા આવે છે. એટલા માટે પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સોમનાથે કહ્યુ હતુ કે લોકોને પ્રેરણા આપવા માટે આ આત્મકથા લખવામાં આવી છે. જેથી લોકો તેમના પડકારો સામે લડીને આગળ વધવાની પ્રેરણા લઈ શકે. આ પુસ્તક કોઈની ટીકા કરવા માટે લખવામાં આવ્યું નથી. તેમજ એવો કોઈ ઈરાદો પણ નથી. આ પુસ્તક ટૂંક સમયમાં બજારમાં આવશે.