ઈઝરાયેલ પર હુમલાને લઈને હમાસના પ્રવક્તાએ આપ્યુ મોટુ નિવેદન, અમે હત્યાઓનો આદેશ આપ્યો ન હતો

bbc-interview

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સવાલ પૂછતા માઈક કાઢીને ફર્શ પર ફેંકી દઈ ઈન્ટરવ્યૂ છોડીને ભાગ્યો પ્રવક્તા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન હવે હમાસના પ્રવક્તા અને ગાઝામાં ઉપવિદેશ મંત્રી ગાઝી હમદમે 7 ઓક્ટોબરના હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે બીબીસી સંવાદદાતાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ઇઝરાયેલની સરહદ પર આક્રમણ દરમિયાન કોઈ પણ નાગરિકને મારવાનો કોઈ જ આદેશ આપ્યો ન હતો.

હમાસ દ્વારા ઈઝરાયલ ઉપર 7 ઓક્ટોબરે કરેલા ક્રૂર હુમલા બાદ ઇઝરાયેલે લગભગ આખા ગાઝાને ખંડેર બનાવી દીધું છે. દરેક જગ્યાએ અફરાતફરી જોવા મળી રહી છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે હમાસ પણ ઇઝરાયેલના કહેરથી ગભરાયું છે. માસના પ્રવક્તા અને ગાઝામાં ઉપવિદેશ મંત્રી ગાઝી હમદમે બીબીસી સંવાદદાતાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ઇઝરાયેલની સરહદ પર આક્રમણ દરમિયાન કોઈ પણ નાગરિકને મારવાનો કોઈ જ આદેશ આપ્યો ન હતો.

ઈન્ટરવ્યુ દરમ્યાન સવાલોનાં જવાબમાં પોતાનો બચાવ કરતા હમાસના પ્રવક્તા હમાદે સંવાદદાતાઓને કહ્યું હતું કે- તે એરિયા ઘણો જ મોટો હતો તેથી ત્યાં અથડામણ અને ટકરાવ થયો હતો. જેના પર સંવાદદાતાને કહ્યું કે- જ્યારે તમારા લોકોએ ઘરો પર હુમલાઓ કર્યા અને લોકોને ત્યારે મારી નાખ્યા જ્યારે તેઓ સુતા હતા, તો તેણે અથડામણ કઈ રીતે કહેશો? જેના પર હમાદે કહ્યું- હું તમને જણાવી શકું છું કે અમારો નાગરિકોને મારવાનો કોઈ ઈરાદો અને નિર્ણય ન હતો. જવાબથી સંતુષ્ટ ન થતા પત્રકારે હમાસના અધિકારીને પૂછ્યું કે- તે આ હત્યાઓને યોગ્ય કઈ રીતે ગણાવી શકે. જેના પર હમાદે માઈક કાઢીને ફર્શ પર ફેંકી દીધો અને કહ્યું કે- હું આ ઈન્ટરવ્યૂને રોકવા માંગુ છું.

હમાસના અધિકારીનું આ નિવેદન 7 ઓક્ટોબરના હુમલાથી વિપરીત છે, જ્યાં હમાસના આતંકીઓએ ઇઝરાયેલમાં ઘૂસ્યા અને એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં તોડફોડ કરી, 260 જેટલાંની હત્યા કરી અને અનેકને ઘાયલ કર્યા હતા. ઇઝરાયેલી સરકાર મુજબ, હમાસના શરુઆતી હુમલામાં ઇઝરાયેલમાં 1400 લોકોના મોત થઈ ગયા હતા. આ અટેક બાદ ઇઝરાયેલી નાગરિકો પર ઘાતક હુમલાના વીડિયો અને તસવીરો સામે આવી છે, જેણે જોઈને આખી દુનિયામાં હડકંપ મચી ગયો હતો. 7 ઓક્ટોબરના હુમલામાં 1400 ઇઝરાયેલીઓના જીવ ગયા હતા અને માનવામાં આવે છે કે 200થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. જેના જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બવર્ષા કરી. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, લડાઈ શરુ થયા બાદથી ગાઝામાં 7000થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલી હુમલામાં 5700 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે.